________________
७२१
સમ: સર
व्यतीते रजनीयामे, तृतीये तल्पपालिका । चिक्षेप मल्लिकायां तु, तैलं सा भक्तमानिनी ॥८३२॥ पुनर्दध्यौ महीपालः, क्षालयिष्याम्यहं निजम् । पापं तापविनिर्मुक्तः, शरीरे स्ववशे सति ॥८३४॥ सर्वोऽपि सहते कष्टं, प्रायः परवशः पुमान् । कर्मक्षयाय तन्नैव, कर्मनिर्मूलनं त्विदम् ॥८३५॥ श्रमोत्पन्नव्यथाखिन्नः, स प्रदीप इवाऽचिरात् । विभातायां विभावाँ, निर्वाणाऽभिमुखोऽभवत् ॥८३६।। अतिप्रवृद्धभावोऽसौ, विहिताऽऽलोचनादिकः । आयुःक्षये विपद्याऽसौ, महर्टिस्त्रिदशोऽजनि ॥८३७॥
હવે બીજો પ્રહર વ્યતીત થતાં તે દાસીએ ભક્તિને લીધે જાગૃત થઈ દીપકમાં તેલ ઉમેર્યું. (૮૩૩)
એટલે રાજાએ ચિંતવ્યું કે, “શરીર સ્વવશ છતાં તાપથી મુક્ત રહી હું મારા પાપનું પ્રક્ષાલન કરીશ. (૮૩૪)
બધા પુરુષો પરવશ રહી પ્રાયઃકષ્ટ સહન કરે જ છે. તેથી કાંઈ કર્મનો ક્ષય થતો નથી અને આ કષ્ટ સહન કરતાં તો મારા તીવ્રકર્મનો નાશ થાય તેમ છે. (૮૩૫)
પછી પ્રભાત થતાં બહુવખત ઉભા રહેતા શ્રમથી અને તેનાથી ઉત્પન્ન પીડાથી ખેદ પામેલા રાજા પણ બુઝાવાને તૈયાર થયેલા દીપકની જેમ મૃત્યુની સન્મુખ થયા. (૮૩૬)
ભાવનામાં વૃદ્ધિ કરી તેમજ આલોચના કરી આયુક્ષયે મરણ પામી તે રાજા મહદ્ધિક દેવ થયો. (૮૩૭)
જેમ એ રાજાએ સામાયિક વ્રત અખંડ પાળ્યું તેમ અન્ય