________________
७२०
श्री मल्लिनाथ चरित्र विचिन्त्येत्थं महीनाथः, सामायिकपवित्रितः । अतिष्ठत् प्रतिमायां स, रौद्रार्तध्यानवर्जितः ॥८२८।। तत् तल्पपालिका ध्वान्तं, स्वामिनो मा स्म भूदिति । गते प्राग्यामिनीयामे, प्रदीपे तैलमक्षिपत् ॥८२९॥ अचिन्तयन्नृपो मेऽसौ, कर्मक्षयविधायिनी । संधास्यामि निजं भावं, प्राक्तनकर्मभेदनम् ॥८३०॥ गते द्वितीये यामेऽथ, प्रदीपेऽत्र गृहस्थिते । अक्षिपद् जाग्रती तैलं, सा शय्यापालिका पुनः ॥८३१।। ततोऽप्यचिन्तयद् राजा, रणादौ कष्टमुत्कटम् ।
सोढं मया कियच्चेदं, परम्परसुखप्रदम् ? ॥८३२॥ રૌદ્રધ્યાનથી રહિત રાજા કાયોત્સર્ગમાં સ્થિત થયો. (કાયોત્સર્ગ ઊભા રહીને કરવાનો નિયમ છે.) (૮૨૮)
એવામાં “રાજાને અંધારૂ ન થાય” એવા ઇરાદાથી તેની શધ્યાપાલિકાએ આવીને રાત્રીના પ્રથમ પહોરે દીપકમાં તેલ પૂર્યું.
(૮૨૯)
તે સમયે રાજાએ વિચાર કર્યો કે, “એ મારા કર્મનો ક્ષય કરવામાં સહાયક બની તેથી પૂર્વકર્મને ભેદવામાં મારા ભાવને હું જોડી દઈશ.” (૮૩૦)
પછી બીજા પહોરે પણ તે દીપકમાં જાગતી શય્યાપાલિકાએ ફરીથી તેલ નાંખ્યું. (૮૩૧).
એટલે રાજાની ચિંતનધારા આગળ વધી. રણાદિકમાં મેં ઉત્કટ કષ્ટ સહન કરેલું છે તો તેની પાસે પરંપરાએ સુખ આપનાર એવું આ કષ્ટ શું હિસાબમાં છે ? (૮૩૨) ૨. સંધ્યામીત્યા