________________
७१५
સમ: સ:
आग्रांहींनम इत्यादि, मन्त्राक्षरपरायणम् । वारं वारं ताराचन्द्र, इत्याख्यां ग्राहकं स्फुटम् ॥८०५॥ प्रज्वलद्वह्निकुण्डस्य, पुरस्थं कृष्णमासुरम् । ध्यानमापूरयन्तं च, दाहयन्तं तिलादिकम् ॥८०६।। करवीरारुणपुष्पैः, पूजयन्तं च देवताम् । अद्राक्षीदेष निभृतं, श्रेष्ठिनं लोभनन्दिनम् ॥८०७।। त्रिभिर्विशेषकम् अमुमर्थं गदिष्यामि, तारेन्दोः प्राणदायकम् । यतो मया गृहे भुक्तमेतस्य स्नेहगौरवात् ।।८०८।। तृणमुत्तारितं मूर्धा, येन तस्याऽपि तन्यते ।
उपकारः किमेतस्य, पुनः सर्वोपकारिणः ॥८०९॥ કેમકે તેવાઓને શું અસાધ્ય હોય છે ? (૮૦૪)
એવામાં “ઓ ગ્રૉ હીં. નમઃ” એવા મંત્રાક્ષરો સાથે વારંવાર તારાચન્દ્રનું નામોચ્ચાર કરનાર, બળતા અગ્નિકુંડ પાસે રહેલો, આસુરી ક્લિષ્ટધ્યાન ધરનાર, તિલાદિકનો હવન કરનાર, કરણના પુષ્પોથી દેવતાને પૂજનાર લોભનંદીને એકાંતમાં બેઠેલો જોયો. (૮૦૫-૮૦૭).
તેને જોતાં પેલા જુગારીને વિચાર આવ્યો કે, આ ક્રિયા તારાચંદ્ર શેઠના પ્રાણહરણ માટે થતી લાગે છે. માટે આ બનાવની જાણ હું હમણાં જ જઈ તારાચંદ્ર શેઠને આપુ. કેમ કે ગૌરવ અને સ્નેહસહિત તેણે મને ભોજન કરાવ્યું છે. (૮૦૮)
જેણે માત્ર માથેથી તૃણ ઉતાર્યું હોય તેના ઉપકારનો બદલો પણ મસ્તક આપી વાળવો જોઈએ. તો પછી આવો સર્વથા ઉપકાર કરનાર માટે તો કહેવું જ શું? (૮૦૯) १. रक्तपुष्पप्रसूनैश्चैत्यपि ।