________________
६६२
श्री मल्लिनाथ चरित्र साऽन्यदा भूभुजा दृष्टा, निःसमानवपुलता । हठादन्तःपुरे क्षिप्ता, कामिनां का विवेकता ? ॥५४७।। गृहीतां गृहिणीं ज्ञात्वा, ब्राह्मणो वेदपारगः । मुष्टो मुष्ट इति चिरं, व्याजहार घृणाकरम् ॥५४८।। પ્રિયે ! પ્રાપ્રિયે ! હાં ! હાં !, મેપાનને !! म्रियेऽहं त्वां विना कस्माद्, गताऽसि नृपवेश्मनि ? ॥५४९।। त्वां विना दिवसा जाता, दीर्घा मासोपमा मम । सर्वगां त्वां निरीक्षेऽहं, विष्णुमूर्तिमिवाऽपराम् ॥५५०॥ स्वाहा स्वधा कथङ्कारं, करिष्ये त्वां विना प्रिये ! । धर्मक्रियाणां मूलं हि, गृहिण्यो गृहमेधिनाम् ॥५५१॥
તે એકવાર રાજાની નજરે પડી તેથી બલાત્કારથી તેને અંતઃપુરમાં રાખી લીધી. કામીપુરુષોમાં વિવેક ક્યાંથી હોય. (૫૪૭).
એટલે પોતાની પત્નીનું અપહરણ જાણી વેદનિષ્ણાંત તે બ્રાહ્મણ અરે ! હું લુંટાયો ! લુંટાયો ! એવા દયનીય વચનોનો વારંવાર ઉચ્ચાર કરવા લાગ્યો. (૫૪૮)
વળી તે વિલાપ કરવા લાગ્યો કે, “હે પ્રિયે ! હે પ્રાણપ્રિય ! હે વિકસિતકમલ સમ મુખવાળી ! તું રાજમંદિરમાં શા માટે ગઈ? (૫૪૯)
તારા વિના હું મરી જાઉં છું. હે વલ્લભે ! તારા વિના દિવસો મને મહિના સમાન લાગે છે. બીજી વિષ્ણમૂર્તિની જેમ સર્વત્ર હું તને જ જોઈ રહ્યો છું (૫૫૦)
હે પ્રિયે ! તારા વિના હું સ્વાહા અને સ્વધાનો ઉચ્ચાર શી