________________
સમ: સ: विषयेषु प्रसक्तानां, कन्दर्पाज्ञाविधायिनाम् । लोकद्वयविघातिन्यो, जायन्तेऽनर्थवीथयः ॥५४३॥ एतेषामबलामूलं, शूलं निर्वृतिसंपदः । पश्य धर्मधरो राजा, स्त्रियः पञ्चत्वमासदत् ॥५४४॥ तथाह्यत्रैव स क्षेत्रे, नगरे पुण्डवर्द्धने । राजा धर्मधरो नाम, दुर्द्धरो वैरिभूभुजाम् ॥५४५।। तत्रैव नगरेऽस्ति स्म, ब्राह्मणो गोधनाभिधः । सावित्री प्रेयसी तस्य, सावित्री ब्रह्मणो यथा ॥५४६॥
વિષયો પ્રાપ્ત થવા છતાં જીવોને અનેક પ્રકારનાં દુઃખો આપે છે. (પ૪૨)
| વિષયોમાં આસક્ત અને મન્મથ (=કામદેવ) ની આજ્ઞા શિરે ચઢાવનાર જીવોને બંને લોકનો (આલોક, પરલોક) ઘાત કરનારા અનર્થોની પ્રાપ્તિ થાય છે. (૫૪૩)
એ વિષયોનું મૂળ અબળા છે અને નિવૃત્તિરૂપ સંપત્તિની પ્રાપ્તિ માટે તે શૂળરૂપે છે. જુઓ ધર્મધર રાજા સ્ત્રીની અત્યંત આસક્તિથી મરણશરણ થયો તે દૃષ્ટાંત આ પ્રમાણે છે:- (૫૪૪)
ધર્મધર રાજા કરે સાવિત્રીનું અપહરણ.
વિલાપ કરતો અતિદયનીય બ્રાહ્મણ. આ જ ક્ષેત્રમાં પંડ્રવર્ધન નગરમાં શત્રુરાજાઓને દુર્ધર ધર્મધર રાજા રાજ્ય કરતો હતો. (૫૪૫)
તેજ નગરમાં ગોધન નામે બ્રાહ્મણ રહેતો હતો. બ્રહ્માને સાવિત્રીની જેમ તે બ્રાહ્મણને અપ્રતિમનિરુપમ સૌંદર્યશાલી સાવિત્રી નામે પત્ની હતી. (પ૪૬).