________________
६५८
श्री मल्लिनाथ चरित्र दिग्व्रतग्रहणात् प्राणी, प्रेत्याऽमुत्र श्रियः पदम् । संपद्यतेतरां मित्रानन्द ऐरवते यथा ॥५२८॥ तथाहि पुष्करद्वीपे, क्षेत्रे ऐरावताभिधे । पुरं भोगपुरं तत्र, मित्रानन्दक्षितीश्वरः ॥५२९।। शृङ्गाररसवापीभिर्वनिताभिर्दिवानिशम् । साकं चिक्रीड राज्यस्य चिन्ता नैव चकार सः ॥५३०॥ कदाचिच्चषकैमैरञ्चितैः स्मेरपङ्कजैः । रामाभिः सह मैरेयं, पिबति स्म सविस्मयम् ॥५३१॥ कदाचिदुद्यानगतः, पुष्पावचयमुच्चकैः । योषिद्भिः सह कुर्वाणो, वसन्ते खेलति स्म सः ॥५३२।। ઐરાવતક્ષેત્ર નિવાસી મિત્રાનંદની જેમ લક્ષ્મીનો ભોગી થાય છે. તે દષ્ટાંત આ પ્રમાણે છે. (પ૨૮)
દિશિપરિમાણવ્રત ઉપર મિત્રાનંદ કથા. પુષ્કરવર દ્વીપના ઐરાવતક્ષેત્રમાં ભોગપુરનગર છે. ત્યાં મિત્રાનંદરાજા રાજય કરતો હતો. (પર૯)
તે હંમેશા શૃંગારસનીવાપી (=વાવડી) સમાન કામિનીઓ સાથે ક્રીડા કરતો હતો. રાજયની સારસંભાળ કરતો નહોતો. (૩૦)
કોઈવાર લલનાઓ સાથે બેસી વિકસિત કમળથી યુક્ત સુવર્ણપાત્રમાં મદિરાપાન આશ્ચર્યપૂર્વક કરતો હતો. (પ૩૧)
તો કોઈવાર સ્ત્રીઓની સાથે વસંતઋતુમાં ઉદ્યાનમાં જઈ પુષ્પો ચૂંટી-પુષ્પથી ક્રીડા કરતો હતો. (૫૩૨)
હર્ષદાયક વર્ષાકાળમાં પોતાના મહેલની અગાસીમાં બેસી