________________
६४८
श्री मल्लिनाथ चरित्र तत्र सूत्रभृतः कुट्यां, स्थित्वा मुक्त्वा च तुम्बकम् । रक्षाकृते निवेश्याऽमुं, भोगदत्तो बहिर्ययौ ॥४८०॥ सुदत्तेऽप्यथ निद्राणे, गलितालाबुकच्छटा । तया सूत्रभृतो वंशी, संतप्ता हेममय्यभूत् ।।४८१॥ तं वीक्ष्य सूत्रभृत्तुष्टो, गृहीत्वा तुम्बकं करे । विमुच्याऽनलतोऽधाक्षीत्कुटी पूत्कारपूर्वकम् ॥४८२॥ निद्रायमाणं धृत्वाऽथ, सुदत्तं करकैरवे । बहिश्चिक्षेप वेगेन, तन्वन् मायादयोदयम् ॥४८३।। आखुनाऽलाबुकगुणश्चिच्छेदे जीर्णगेहगः । रसश्च पतितो भूमौ, निष्फलत्वमजायत ॥४८४॥ यत :આવ્યા. (૪૭૯)
ત્યાં એક સુતારની ઝૂંપડીમાં તેઓ ઉતર્યા. પછી તુંબડાની રક્ષા કરવા સુદત્તને બેસાડી ભોગદત્ત બહાર ગયો. (૪૮૦)
એવામાં સુદત્તને ઊંઘ આવી ગઈ અને તુંબડામાંથી રસના છાંટા નીચે પડ્યા. સુથારનો તપેલો વાસંલો સુવર્ણમય બની ગયો. (૪૮૧).
તે જોઈ સંતુષ્ટ થયેલા સુથારે તુંબડાને લઈ લીધું અને પૂત્કારપૂર્વક પોતાની ઝૂંપડીને અગ્નિ મૂકી સળગાવી દીધી. (૪૮૨)
તે વખતે ઉંઘી ગયેલા સુદત્તને કરકમળમાં લઈ માયાપૂર્વક કરૂણા કરતાં સુથારે બહાર કાઢ્યો. (૪૮૩)
આ બાજુ સુથારે જીર્ણઘરમાં રાખેલા તુંબડાની દોરી ઉંદરે કાપી નાંખી એટલે રસ બધો જમીન ઉપર ઢળી પડ્યો અને નિષ્ફલ થઈ ગયો. (૪૮૪)