________________
६४४
श्री मल्लिनाथ चरित्र ततस्ताभ्यां स योगीन्द्र, आकृष्टस्तुम्बपात्रयुक् । एतेन रसकर्माणि, कथितानि तयोः पुरः ॥४६२।। अथोभौ वलितौ तस्मात्, तूर्णं पूर्णमनोरथौ । बिभ्रतौ सुचिरं चित्ते, योगिनः कूटनाटकम् ॥४६३।। मार्गे भिल्लैः सहालोच्य, गृहीता यद्यमुं कथम् ? । तदा प्रसारितदृशोहूतं वातेन कज्जलम् ॥४६४।। ध्यात्वेति धरिणीपीठे, निक्षिप्यालाबु संभृतम् । चेलतुः सत्वरं भीती, वीक्षमाणौ दिगन्तरान् ॥४६५॥
પ્યારા છે તેમ અમને પણ અમારા પ્રાણ પ્યારા હતા. છતાં તે વખતે અમને કૂપિકામાં નાંખતાં તે એ ન્યાય બિલકુલ કેમ વિસારી દીધા?” (૪૬૧).
યોગી મૌન રહ્યો એટલે સજ્જનપણાથી તેમણે તુંબડા સહિત તે યોગીને બહાર કાઢ્યો. પછી યોગીએ તેમને સુવર્ણસિદ્ધિનો ઉપાય બતાવ્યો. (૪૬૨)
એટલે યોગીના પ્રપંચી નાટકને અંતરમાં વિચારતા, પૂર્ણમનોરથવાળા તે બંને ત્યાંથી પોતાના સ્થાન તરફ વળ્યા. (૪૬૩)
રસ્તામાં ચાલતાં તેમને વિચાર આવ્યો કે, “કદાચ માર્ગમાં ભીલ લોકો ભેગા થઈ રસ લઈ લેશે, તો ખુલ્લા નેત્રમાં વાયુએ ધૂળ નાંખ્યા જેવું થશે.” (૪૬૪)
એમ ચિંતવી રસથી ભરેલા એક તુંબડાને પૃથ્વીમાં દાટી ભયભીત થઈ દિશાઓ જોતાં તે બંને સત્વર આગળ આગળ ચાલવા લાગ્યા. (૪૬૫)