________________
६४१
સતH: સઃ
श्रुत्वेति भोगदत्तोऽथ, स्थितो भीतस्तदन्तिके । मूकीभूत इवोड्डीनप्राणः प्राणभयं महत् ॥४४७॥ इतश्च योगिनाऽप्यूचे, वत्साऽलाबु रसेन मे । संपूर्णीकुरु वेगेन, विघ्ननिघ्नः शुभक्षणः ॥४४८॥ नाऽवदद् भोगदत्तोऽथ, भाषितोऽपि मुहुर्मुहुः । शुकवत्पञ्जरान्तस्थो, मार्जारस्य निरीक्षणात् ॥४४९॥ क्षणं छित्त्वा विचेतस्को, योग्यभूद् योग्यकर्मणि । एतौ तु निर्गमोपायं, ध्यायन्तौ गर्भगाविव ॥४५०॥ ऊर्ध्वस्थभोगदत्तेन, प्रलम्बीकृतबाहुना । द्वितीयाधित्यका दृष्टा, प्रत्याशाबीजभूमिका ॥४५१।।
આ પ્રમાણે સાંભળી ભોગદત્ત ભય પામી જાણે પ્રાણ ચાલ્યા ગયા હોય તેમ મુંગો થઈ તેની પાસે બેસી ગયો. (૪૪૭)
એટલે યોગીએ કહ્યું કે, હે વત્સ ! તારૂં તુંબડું રસથી સત્વર ભરી લે, અત્યારે વિપ્નનો વિધ્વંસ કરનાર શુભ અવસર છે.” (૪૪૮)
આ પ્રમાણે વારંવાર કહેતા છતાં માર્જરને જોતાં પાંજરામાં રહેલ શુક (પોપટ) મૌન થઈ જાય તેમ ભોગદત્ત કાંઈપણ બોલ્યો નહિ. એટલે પોતાને યોગ્ય કાર્યમાં ખિન્ન થયેલો યોગી દોરડુ કાપી ત્યાંથી ચાલ્યો ગયો. હવે ગર્ભમાં રહેલાની જેમ તે બંને ત્યાંથી નીકળવાનો ઉપાય શોધવા લાગ્યા. (૪૪૯-૪૨૦)
ભોગદતે ઊભા થઈ હાથ લાંબો કર્યો એટલે પ્રયાશાની ભૂમિકા સમાન બીજી અત્યિકા (બારી) તેના જોવામાં આવી. (૪૫૧)