________________
श्री मल्लिनाथ चरित्र
६३६
लक्ष्म्या मुक्तस्य पाथोधेरपेयं जलमप्यभूत् । शाक्रीफलानि स्वादूनि भवन्ति श्रीमतो गृहे ॥ ४२४||
गोपमुख्योऽपि कृष्णोऽपि, हलिनो बन्धुरप्यहो ! | लक्ष्म्या कक्षीकृतः शश्वद्, भण्यते पुरुषोत्तमः ॥४२५ ॥ एवं विचिन्त्य नगराद्, निर्ययौ देवतासखः । अरण्ये योगिनं कञ्चिद्, वीक्षामास च विस्मितः ॥४२६॥
वितन्वता तदादेशं तन्वता शिष्यतां भृशम् । અગ્નિ તેન યોનીન્દ્રો, વિનયવ્ઝિ ન સિધ્ધતિ ? ॥૪રણા સપર્વ (=ગાંઠોવાળુ) અને કોટિમાન્ (=અણીવાળું) છતાં ધનુર્દંડ સતત લક્ષ્ય લાભને માટે પ્રયત્નશીલ રહે છે. (૪૨૩)
તેજ પ્રમાણે સારા વંશમાં જન્મેલો, ગુણવાન, બુદ્ધિમાન તથા ક્રોડદ્રવ્યવાળો હોવા છતાં માનવે લક્ષદ્રવ્ય મેળવવા માટે પ્રયત્નવંત રહેવું પડે છે. જુઓ ! સમુદ્ર લક્ષ્મીરહિત થવાથી તેના જળનું કોઈ પાન કરતું નથી. શક્રવૃક્ષના સ્વાદિષ્ટફલો શ્રીમંતોના ઘરે હોય છે. (૪૨૪)
પોતે ગોપમાં મુખ્ય હોવા છતાં અને હલી (બળદેવ) નો બાંધવ છતાં લક્ષ્મીએ સદા સમીપમાં રાખેલ હોવાથી કૃષ્ણપુરુષોત્તમ કહેવાય છે.” (૪૨૫)
આ પ્રમાણે ચિંતવી દૈવને પોતાનો સહચારી બનાવી તે નગરથી બહાર ચાલી નીકળ્યો. જંગલમાં વિસ્મયપૂર્વક તેણે એક યોગીને જોયો. (૪૨૬)
પછી તેની આજ્ઞા પ્રમાણે વર્તવાથી અને બહુ જ નમ્રતાથી તેનો શિષ્ય બની તેણે તે યોગીને અત્યંત રંજિત કર્યો. “અહો ! વિનયથી શું સિદ્ધ થતું નથી. ?” (૪૨૭)