________________
६३५
સતપ: સff:
सत्प्रभस्तत्र भूपालः, सप्रतापः परन्तपः । तद्गुणैर्ग्रथिता कीतिपटी छादयते दिशः ॥४१९।। तस्मिन्नेवास्ति वास्तव्यो, भोगदत्ताभिधः सुधीः । इभ्यपुत्रः परं दैवाद्, दारिद्र्यस्य निकेतनम् ॥४२०॥ लक्ष्मीः खलु सखी कीर्तेर्लक्ष्मीः कल्याणपारदः । लक्ष्मीविपल्लतादात्रं, लक्ष्मी रक्षणमङ्गलम् ॥४२१॥ जातिः कुलं विवेकोऽपि, सर्वे रूपादयो गुणाः । एकयैव श्रिया हीनास्तृणायन्ते शरीरिणाम् ॥४२२॥ धनुर्दण्डः सुवंशोऽपि सगुणः पर्ववानपि ।
सततं लक्षलाभाय, यतते कोटिमानपि ॥४२३।। વેખિત એવું રત્નાકર નામે નગર છે. (૪૧૮)
તે નગરમાં જેના ગુણથી ગ્રથિત થયેલ કીર્તિરૂપવસ્ત્ર દિશાઓને આચ્છાદિત કરતું હતું. (૪૧૯)
પ્રતાપયુક્ત, શત્રુઓને વશ કરનાર સત્વભ નામનો રાજા રાજય કરતો હતો. તેજ નગરમાં ભોગદત્ત નામનો એક વિચક્ષણ શ્રેષ્ઠિપુત્ર રહેતો હતો. પરંતુ ભાગ્યયોગે તે દરિદ્રી હતો. (૪૨૦)
એકદા તે ચિંતવવા લાગ્યો કે, “લક્ષ્મી એટલે કીર્તિની સખી, લક્ષ્મી એટલે સુવર્ણને પાસરૂપ, લક્ષ્મી એટલે વિપત્તિરૂપી વેલડીને છેદનાર દાતરડું, લક્ષ્મી એટલે રક્ષણ કરવામાં મંગલરૂપ છે. (૪૨૧)
માનવામાં જાતિ, કુળ, વિવેક અને રૂપાદિક સર્વ ગુણો જો તે લમીથી હીન હોય તો તૃણ સમાન ગણાય છે. (૪૨૨)
જુઓ સુવંશ (સારા વાંસનું બનેલું) સગુણ (=પણછવાળું),