________________
६२४
श्री मल्लिनाथ चरित्र पौरैः प्रमुदितः साकं, गायमानावदानभृत् । बन्दिभिः स्तूयमानस्तु, वर्ण्यमानः कवीश्वरैः ॥३६५।। उद्घोष्यमाणमङ्गल्यो, वृद्धस्त्रीभिः पदे पदे । स्वगेहेऽगाद् वणिग्नेता, भवरागविरागवान् ॥३६६।। (युग्मम्) भूमीपतिर्निवृत्य स्वमावासमगमत् ततः । मनोरमामनुज्ञाप्य देवताऽपि तिरोदधे ॥३६७॥ क्षणाद् बन्धः क्षणात् पूजा, क्षणाद् दुःखं क्षणात् सुखम् । क्षणिकेऽस्मिन् भवे सर्वं, दृश्यते क्षणिकं किल ॥३६८॥ स्वातिप्रान्ता यथा मेघा, द्विरदान्ता यथा श्रियः । तथा राजप्रसादाश्च, विपदन्ता असंशयम ॥३६९॥
એટલે નગરજનો પ્રમુદિત થઈ ગુણગાન ગાઈ રહ્યા છે, તો બંદીજનો સ્તુતિ કરી રહ્યા છે. કવીશ્વરો જેનું વર્ણન કરી રહ્યા છે (૩૬૫)
તથા વૃદ્ધનારીઓ પગલે પગલે જેના મંગલગીત ગાઈ રહી છે વળી જે સંસારથી વિરાગી છે એવા શ્રેષ્ઠિવર્ષ સુદર્શન પોતાને ઘરે આવ્યો. (૩૬૬)
અને રાજા તેને ત્યાં મૂકી પોતાના આવાસે આવ્યો. એટલે મનોરમાની અનુજ્ઞા લઈ શાસનદેવી પણ અદશ્ય થઈ, મનોરમાએ કાયોત્સર્ગ પાર્યો. (૩૬૭)
એકવાર સુદર્શન શેઠ ચિંતવવા લાગ્યા કે, “ક્ષણવારમાં બંધન, ક્ષણવારમાં સત્કાર, ક્ષણવારમાં દુઃખ, ક્ષણવારમાં સુખ-એમ આ ક્ષણિક સંસારમાં બધુ ક્ષણિક દેખાય છે. (૩૬ ૮)
સ્વાતિનક્ષત્રની મર્યાદાવાળો મેઘ, ગજાંત (હાથી, ઘોડાની