________________
६१८
श्री मल्लिनाथ चरित्र रे ! पारदारिकेत्युग्रैः, संदंशैरिव भाषितैः । तस्य श्रोत्रपुटीमन्तर्भेदयामासुराशु ते ॥३३६।। न्यस्तोऽसौ रासभे पृष्ठे, कण्ठन्यस्तशराववान् । निम्बपत्रैः कृतोष्णीषः, कज्जलैलिप्तविग्रहः ॥३३७।। गाढं विडम्बयित्वासौ, भ्रामयित्वा महापुरे । नीतः पितृवने श्रेष्ठी, स्मरन् पञ्चनमस्कृतिम् ॥३३८॥ इतश्च श्रेष्ठिनः पत्नी, महासती मनोरमा । अशृणोद् दुःश्रवां वार्ता, तदीयां वज्रपातवत् ।।३३९।।
ઉપર અત્યંત ક્રોધાયમાન થયો અને પોતાના પુરુષોને હુકમ કર્યો કે “આને લઈ જાવો અને શૂળી પર ચઢાવો.” (૩૩૫)
આ પ્રમાણે રાજાનો હુકમ થતાં સત્વર તે રાજપુરુષો “અરે પરદારલંપટ !” ઇત્યાદિ સર્પદંશ જેવા કઠિન શબ્દોથી તેના કર્ણપુટને ભેદવા લાગ્યા (૩૩૬)
અને તેમણે તેના કંઠમાં શરાવલા (રામપાત્રા)ની માળા નાંખી માથે નિંબપત્રોનો (લીંબડાના પાનનો) મુગટ પહેરાવ્યો અને શરીરે કાજલનો લેપ કરી (૩૩૭)
ગધેડા ઉપર બેસાડ્યો પછી અત્યંત વિડંબના પમાડી આખા નગરમાં ફેરવી પંચનમસ્કારનું સ્મરણ કરતાં શેઠને તેઓ સ્મશાનમાં લઈ ગયા. (૩૩૮) - હવે શેઠની પત્ની મહાસતી મનોરમાએ વજપાતની જેમ આ દુઃખપૂર્વક સાંભળી શકાય તેવી વાત સાંભળી (૩૩૯)
એટલે ચિતવવા લાગી કે, સર્વજ્ઞશાસનના જ્ઞાતા, પરસ્ત્રીથી વિમુખ અર્થાત્ પદારાસહોદર શ્રેષ્ઠી રાજાની પટ્ટરાણીને કેમ