________________
૬૧૦
श्री मल्लिनाथ चरित्र सहास्यमभया प्राह, कपिले ! मुग्धचेतने ! । अज्ञातकामशास्त्रार्थे !, वृथा पण्डितमानिनि ! ॥२९६।। असकौ परकीयासु, रामासु भगिनीष्विव । सदा नपुंसकं श्रेष्ठी, न पुनर्निजयोषिति ॥२९७।। तद् मुग्धे ! वञ्चिताऽसि त्वं, छलात्तेन सुबुद्धिना । अथो कपिलयाऽऽख्यायि, सख्यहं तावदीदृशी ॥२९८॥ कामशास्त्रेषु नैपुण्यं, भवतीषु विराजते । स्वामिन्या यादृशी ज्ञाता, तादृश्येवाऽस्म्यहं पुनः ॥२९९।। ज्ञास्यामि तव दक्षत्वं, कामार्थेषु विनिश्चितम् । यद्यमुं राजवद् देवि !, निर्वीडं क्रीडयिष्यति ॥३००।। રીતે જાણી ? રાણી પાસે પૂર્વનો વૃત્તાંત કહી સંભળાવ્યો. (૨૯૫).
તે સાંભળી રાણી હસીને બોલી કે, હે મુગ્ધ કપિલા ! કામશાસ્ત્રના અર્થથી અજ્ઞાત ફોગટ પોતાને પંડિત માનનારી એ શેઠ ભગિની સમાન પરસ્ત્રીઓમાં તો સદા નપુંસક સમાન છે. પણ પોતાની સ્ત્રી પાસે તે નપુંસક નથી. (૨૯૬-૨૯૭)
માટે હે મુગ્ધ ! તે બુદ્ધિશાળીએ તને છળ કરી છેતરી છે. એટલે કપિલા બોલી કે, “હે સખી ! હું તો ભલે જેવી છું તેવી તમે મને જાણી લીધી. પણ હવે હે દેવી ! કામશાસ્ત્રમાં આપની દક્ષતા કેવી છે તે જોઈશ. એને રાજાની જેમ લજ્જારહિત બની તમે જોઉં કેવા રમાડો છો ? (૨૯૮-૩00)
એ સાંભળી રાણી બોલી કે, “હે સખી ! જો હું એને ન રમાડું તો મને તારે કૌશલ સહિત છતાં તારા જેવી સાધારણ