________________
५७६
श्री मल्लिनाथ चरित्र हंहो ! युष्मद्विवादेऽभूत्, कः साक्षीत्यगदद् नृपः ? । अनयोरगदद् धर्मः, साक्ष्यस्त्यस्य पितामहः ॥१३०।। वसुबन्धुं समाहूयाऽपृच्छत् क्षितिपतिश्च तत् । असौ सत्यमभाषिष्ट, तं वृत्तान्तं सविस्तरम् ॥१३१।। अस्य सत्यवचः श्रुत्वाऽभ्यधादथ महीश्वरः । अहो ! सूनृतगी: श्रेष्ठी अहो ! व्रतविवेचनम् ॥१३२।। कौस्तुभेन यथा वक्षो, भूष्यते केशिशासितुः । तथा सत्येन मनुजो, वक्षःस्थेनाऽकलङ्किना ॥१३३।। जरामरणकल्लोलः, प्रत्यूहव्यूहवारिधिः । विष्वक्प्रवहणेनेव, सत्यवाक्येन तीर्यते ॥१३४।। પામેલા જીવોનું પિતાની જેમ રાજા જ સમાધાન કરે છે.”
(૧૨૯)
રાજાએ તેને પૂછ્યું કે, “અરે ! તમારા વિવાદમાં કોઈ સાક્ષી છે? એટલે ધર્મદેવ બોલ્યો કે, એના પિતામહ (દાદા) જ સાક્ષી છે. (૧૩૦)
પછી રાજાએ વસુબંધુને બોલાવી પૂછ્યું. એટલે તેણે વિસ્તારપૂર્વક સઘળી વાત સત્ય જણાવી. (૧૩૧).
તેનું સત્યવચન સાંભળી રાજાએ કહ્યું કે, “અહો ! આ શેઠની સત્યવાણી ! અહો ! એના વ્રતનું વિવેચન ! (૧૩૨)
જેમ કૌસ્તુભમણિથી કૃષ્ણનું વક્ષ:સ્થળ શોભે છે. તેમ અંતરમાં રહેલા અકલંકી સત્યથી માનવ શોભા પામે છે. (૧૩૩).
જ્યાં જન્મ, જરા, મરણરૂપ કલ્લોલવાળો, વિનસમૂહરૂપ મહાસાગર નાવની જેમ સત્યવચનથી સુખે તરી શકાય છે. (૧૩૪)