________________
५६५
સતH: :
देवाऽयं वसुबन्धोश्च, नन्दनो वसुभद्रकः । व्यसनोपहतस्त्यागी, दुःशिक्षितमदाऽन्धलः ॥७५।। ततः कौतुकितो राजा, वसुबन्धुमजूहवत् । श्रेष्ठिस्तवात्मजः कस्मात्कुलशिक्षाविवर्जितः ? ॥७६।। स्वामिन् ! शिक्षोपदेशांस्तन्नाऽमंस्ताऽयं कथञ्चन । कुलक्षये भवन्त्युच्चैः, सुता ईदृग्विचेष्टिताः ॥७७।। अधृति मा कृथाः श्रेष्ठिन् !, विचारय वचो मम । भविष्यति कृतोद्वाहः, शान्तात्मा तव नन्दनः ॥७८॥ काचिद् वेत्रधरा ! श्रेष्ठिपुत्रयोग्याऽस्ति दिक्करी ? ।
परिणेतुं यद् भवन्तो, नागरान्वयवेदिनः ॥७९॥ દુઃશિક્ષણના મદથી અંધ બનેલ છે.” (૭૫)
આ પ્રમાણે હકીકત સાંભળી રાજાને કૌતુક ઉત્પન્ન થયું. તેણે વસુબંધુ શેઠને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે, “હે શ્રેષ્ઠિનું ! તારો પુત્ર કુલાચારથી વર્જિત કેમ છે ?” (૭૬)
એટલે એ બોલ્યો કે, “હે સ્વામિન્ ! એણે ક્યારે પણ શિક્ષોપદેશ માન્યો જ નથી. ખરેખર જ્યારે કુળક્ષય થવાનો હોય ત્યારે જ આવા ખરાબ ચેષ્ટાવાળા પુત્રો પાકે છે.” (૭૭)
ફરી રાજાએ કહ્યું કે, “હે શ્રેષ્ઠિ ! તમે અધીરા થશો નહિ, મારા કથન ઉપર લક્ષ્ય રાખજો કે તમારો પુત્ર પરણવાથી શાંત થશે.” (૭૮)
એક વચન કરે ઘાવ, એક વચન કરે ઔષધ. એમ કહી રાજાએ પોતાના છડીદારોને પૂછ્યું કે, “હે વેત્રધરા !