SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પાપકર્મોનો નાશ કરવા શક્તિમાન છે. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને સારું જીવન જીવવાની શ્રેષ્ઠ કળા ચરિત્ર ગ્રંથોમાંથી મળતી હોય છે. ઉત્તમ જીવન જીવી ગયેલા પુણ્યાત્માઓના જીવનને આંખ સામે રાખવામાં આવે તો વ્યક્તિ પોતે પણ ઉત્તમ જીવન બનાવી શકે છે. ચરિત્ર ગ્રંથોમાંથી લાયક વ્યક્તિને ઘણી ઘણી પ્રેરણા પ્રાપ્ત થાય છે. આવા ચરિત્રોમાં પણ શ્રી તીર્થકર ભગવંતનું ચરિત્ર અતિ ઉત્તમકોટિનું હોય છે. તેઓ નિશ્ચિતપણે-પૂર્ણપણે આત્મગુણોનો વિકાસ સાધી જગદુદ્ધારક બનનારા પરમ આત્માઓ હોય એમ જરૂરથી કરી શકાય છે. તેઓનું જીવનચરિત્ર એટલે અખૂટ પ્રેરણાનો સ્ત્રોત. પૂર્વના શ્રી શીલાંકાચાર્ય શ્રી હેમચન્દ્રાચાર્ય આદિ અનેક મહાપુરુષોએ “ચઉપ્પન્ન મહાપુરુસ ચરિય” શ્રી ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્ર મહાકાવ્ય આદિ અનેક ચરિત્રો બનાવ્યા છે. જેમાં શ્રી જ્ઞાતાધર્મકથાંગ નામના છઠ્ઠી આગમસૂત્રને આધારભૂત બનાવીને આચાર્ય શ્રી વિનયચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ અનેક રીતે અદ્ભુત એવા શ્રી મલ્લિનાથચરિત્ર મહાકાવ્યની રચના કરી છે. તે ચરિત્ર કુલ આઠ સર્ગમાં મળીને ૪૩૪૪ શ્લોકો થાય છે. મહાકાવ્યના લક્ષણો પણ આમાં સંપૂર્ણપણે જોવા મળે છે. આઠ-આઠ સર્ગના વિસ્તારમાં ફેલાયેલું આ ચરિત્ર વીતશોકાનગરીમાં બળરાજાના રાજયમાં શ્રીરત્નચન્દ્ર મુનિની પાવન પધરામણીથી શરૂ થતું અને શ્રીમલ્લિનાથ પ્રભુના પરિવાર અને નિર્વાણ કલ્યાણકની ઉજવણીથી પૂર્ણતાને પામતું અતિરોચક આ કથાનક છે. આઠ સર્ગમાં શ્લોકો અનુક્રમે – ૧-૫૭૬, ૨-૬૭૦, ૩-૨૫૭, ૪-૨૦૭, ૫-૩૩૨, ૬-પ૬૧, ૭-૧૧૫૮, ૮-૫૮૩ 12
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy