________________
તેઓના ભવની ગણના શરૂ થાય છે.
વર્તમાન ચોવીશીમાં થયેલા સત્તર શ્રી અરિહંત ભગવંતો તો સમ્યક્ત પ્રાપ્ત કરીને ત્રણ જ ભવમાં મોક્ષે પધારી ગયા હતા. તારક એવા જે આત્માઓની ભવસ્થિતિ લાંબી હતી તેવા સાત પરમાત્માઓના ભવો થોડા વધુ થયા હતા તેમાં પરમાત્મા શ્રી મહાવીર દેવના ૨૭ ભવ જે સૌથી વધુ હતા.
સામાન્ય જીવોના સમ્યક્ત કરતાં શ્રી તીર્થંકર પરમાત્માના જીવોનું સમ્યક્ત શ્રેષ્ઠ કોટિનું હોય છે. તેથી તેને વરબોધિ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય જીવોનું સમ્યત્વ મુખ્યત્વે આત્મતારક હોય છે. જયારે શ્રી અરિહંત દેવોનું સમ્યક્ત આત્મતારક થવા સાથે અગણિત ભવ્યાત્માઓને તારવા માટે જ સર્જાયેલું હોય છે. આવા વરબોધિ સમ્યક્તને પામ્યા પછીથી ક્રમશઃ આત્મવિકાસ સાધતાં સાધતાં તેઓ જયારે છેલ્લા ભવમાં પહોંચે છે. ત્યારે તેમનું જગદુદ્ધારક વ્યક્તિત્વ પૂર્ણપણે ખીલી ઉઠતું હોય છે.
ખરેખર શ્રી અરિહંત ભગવંતોના નામ સ્મરણનો પણ અપૂર્વ મહિમા હોય તો પછી ભગવંતની સ્તવના કે ભગવંતના જીવનના આલેખનનો તો કેવો અનેરો મહિમા-પ્રભાવ હોય? આજ કારણે શાસ્ત્રકાર મહામનીષી શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાએ કલ્યાણમંદિર સ્તોત્રમાં જણાવ્યું છે. “હે પ્રભો ! અચિજ્ય મહિમાવાળું આપનું સ્તવન તો દૂર રહો, આપનું નામ પણ જગતનું રક્ષણ કરનારું છે. ભયંકર તાપથી મુસાફરને ગરમીમાં પાસરોવરની ભીનાશવાળો પવન પણ આનંદ પમાડે છે.”
આવા પરમાત્માનું માત્ર નામસ્મરણ પણ ભવોભવના સંચિત