________________
५४२
श्री मल्लिनाथ चरित्र अन्यदा तेषु सर्वेषु, सत्सु भीमस्य संसदि । कश्चिदगाद् दिवो देवः, स भैमीमभ्यधादिति ॥५३२॥ મદ્રે ! કુતપતિ: સોડ૬, યર્વય વધત: પુરી | विमाने केशरेऽभूवं, नाम्ना श्रीकेशरः सुरः ।।५३३।। त्वत्प्रसादादसौ प्राप्ता देवद्धिर्वृद्धिवैभवा । उत्क्त्वेति वृष्ट्वा स्वर्णस्य, सप्तकोटीस्तिरोदधे ॥५३४।। भीमर्तुदधिपर्णश्रीवसन्ताद्या नरेश्वराः । नलं राज्येऽभिषिषिचुः, श्राद्धा बिम्बमिवार्हतम् ।।५३५।।
નવનવા આતિથ્ય કરી દમયંતીએ તેમને એકમાસ સુધી આનંદપૂર્વક ત્યાં રાખ્યા. (પ૩૧)
એકવાર બધા ભીમરાજાની સભામાં બેઠા હતા. એવામાં આકાશમાંથી કોઈ દેવ આવી દમયંતીને આ પ્રમાણે કહેવા લાગ્યો કે, (૫૩૨).
“હે ભદ્રે ! હે કલ્યાણી ! હું તે કુલપતિ છું કે જેને તે પૂર્વે બોધ આપ્યો હતો. અત્યારે હું કેશરનામના વિમાનમાં શ્રીકેશરનામે દેવ થયો છું. (૫૩૩)
તારા પ્રસાદથી હું વૈભવથી વિશાલ દેવસમૃદ્ધિ પામ્યો છું” આ પ્રમાણે કહી સાત ક્રોડ સોનૈયાની વૃષ્ટિ કરી તે દેવ અદશ્ય થયો. (પ૩૪)
પછી જિનબિંબને શ્રાવકો અભિષેક કરે તેમ ભીમરથ, ઋતુપર્ણ, દધિપર્ણ અને વસંતશ્રીશેખર વિગેરે રાજાઓએ નળનો રાજ્યાભિષેક કર્યો (પ૩૫)
અને નળની આજ્ઞાથી તે પરાક્રમી બળવાન-રાજાઓએ