________________
५३२
श्री मल्लिनाथ चरित्र केनाऽपि तदुपायेन ताताऽत्राऽऽनय कुब्जकम् । यथा करोम्यहं तेन, तं निरीक्ष्य परीक्षणम् ॥४८६।। भीमोऽवदत् तवालीकं, समारभ्य स्वयंवरम् । विसृज्य दूतमाकार्यो, दधिपर्णः समुत्सुकः ॥४८७।। ततस्तेन सहाऽऽगन्ता, तव श्रुत्वा स्वयंवरम् । नारीनिकारं नान्योऽपि सहेत, किमु चेद् नलः ? ॥४८८॥ अश्वविद्याविदा तेनाऽऽनेष्यते दधिपर्णराट् । महाबलेन न चिरात्, तूलपूल इवात्र सः ॥४८९।। उक्त्वेति प्रेषितो दूतः शुंशुमारेशमाह्वत । श्वो लग्नमिति श्रुत्वाऽभूद्, दीनो जालगमीनवत् ॥४९०||
ઉદારતાપૂર્વકનું દાન-એ નળરાજા સિવાય બીજામાં સંભવતું નથી. (૪૮૫)
માટે હે તાત ! ગમે તે યુક્તિથી તે કુબ્ધને અહીં બોલાવો કે હું તેને જોઈને પરીક્ષા કરૂં.” (૪૮૬).
એટલે ભીમરાજા બોલ્યા કે, ખોટી રીતે તારો સ્વયંવર માંડી દૂતને મોકલી ઉત્સુક દધિપર્ણરાજાને અહીં બોલાવું. (૪૮૭)
એટલે તારો સ્વયંવર સાંભળી કુન્જ તેની સાથે જરૂર આવશે. કેમ કે સામાન્ય પુરુષ પણ પોતાની સ્ત્રીનો પરાભવ સહન ન કરી શકે તો નળ કેમ સહન કરી શકશે ? (૪૮૮)
વળી તેની મુદત બહુ જ નજકની રાખીએ. તેથી મહાબલવાન અને અશ્વવિદ્યામાં કુશળ કુલ્થ, પવન જેમ આંકડાના તુલ્યરૂને ઉડાડે તેમ દધિપર્ણ રાજાને અહીં સત્વર લાવશે.” (૪૮૯)
આ પ્રમાણે કહી ભીમરાજાએ દધિપર્ણ રાજા પાસે દૂત મોકલ્યો