________________
५०२
श्री मल्लिनाथ चरित्र सतीत्वश्रावणापूर्वं, त्रिर्जलाच्छोटनेन सा । तबन्धास्त्रोटयाञ्चक्रे, तुमुलश्चोत्थितो महान् ॥३३८।। तच्छ्रुत्वा ऋतुपर्णोऽथ, जगाम सपरिच्छदः । विस्मितः सस्मितं भैमीमवदद् वदतां वरः ॥३३९।। सर्वत्र क्षत्रधर्मोऽयं, नीतिमार्गप्रवर्तकः । कार्ये यद् भूभुजा दुष्टशिष्टनिग्रहपालने ॥३४०॥ करं हि गृह्णता राज्ञा, रक्ष्यः सर्वोऽप्युपद्रवः । अन्यथा तेन पापेन, लिप्यते भूपतिः स्वयम् ॥३४१।। पुत्रि ! चेदस्य चौरस्य, निग्रहं न करोम्यहम् । तन्निर्भयो जनः सर्वः, सर्वस्वं हरति द्रुतम् ॥३४२॥
પછી પોતાના સતીપણાના પ્રભાવથી ત્રણવાર તલ છાંટીને દમયંતીએ તેના બંધન તોડી નાંખ્યા. અર્થાત્ બંધન તૂટી ગયા. એટલે મોટો કોલાહલ થયો. (૩૩૮)
તે વાત સાંભળી ઋતુપર્ણ રાજા સેવકો સાથે ત્યાં આવ્યો અને વિસ્મય પામી સ્મિતપૂર્વક તે દમયંતીને કહેવા લાગ્યો કે,” (૩૩૯)
નીતિમાર્ગ પ્રવર્તક રાજાનો આ ક્ષત્રિય ધર્મ છે કે સર્વત્ર દુષ્ટને શિક્ષા અને શિષ્ટની રક્ષા કરવી (૩૪૦)
પ્રજા પાસેથી કર ગ્રહણ કરનાર રાજાએ તેના સર્વ ઉપદ્રવોનું નિવારણ કરવું જોઈએ, નહિ તો રાજા પોતે તે પાપથી લેપાય છે.” (૩૪૧)
હે પુત્રી ! જો એ ચોરનો હું નિગ્રહ ન કરૂં તો હલકા લોકો નિર્ભયતાથી ચોરી કરવા લાગી જાય.” (૩૪૨)