________________
પ્રથમ સળં:
इयत: कल्मषाच्छुद्धिः कथं मम भविष्यति । विना मुनीन् शमध्यानतत्परान् भवतारकान् ॥२५४॥
विमृश्येति दयानिघ्नो, विरक्तः पापवर्त्मनः । प्राविक्षदाश्रमं पद्भ्यां, सखिभ्यां सह भूपतिः ॥२५५॥
ततः कुलपतिं दृष्ट्वा, ननाम जगतीपतिः । न्यधात्पृष्ठे करक्रोडमुच्चरन्नाशिषं स च ॥२५६॥
हर्षालवालकलितः, फलितः सुकृतद्रुमः । यौष्माकं दर्शनं यन्मे, जातमित्यूचिवान्नृपः ॥२५७।।
मुनिः प्राह महीपाल !, वयमद्य जगत्यपि । धन्या येन भवान् दृष्टः, पञ्चमो लोकपालकः ॥ २५८॥
५५
તો હવે આવા મહાન પાપથી શુભધ્યાનમાં તત્પર અને ભવતા૨ક મુનિઓ વિના મારી શુદ્ધિ કેવી રીતે થશે ? (૨૫૪)
એ પ્રમાણે વિચારી દયાપાત્ર અને પાપમાર્ગથી વિરક્ત રાજાએ પોતાના બે મિત્રો સાથે પગે ચાલીને આશ્રમમાં પ્રવેશ કર્યો. (૨૫૫)
ત્યાં કુલપતિને જોઇને રાજાએ પ્રણામ કર્યા. એટલે તેણે પણ આશિષના ઉચ્ચારપૂર્વક રાજાની પીઠ ઉપર પોતાનો હાથ સ્થાપન કર્યો. (૨૫૬)
પછી રાજાએ કહ્યું કેઃ- આપના દર્શન થવાથી હર્ષરૂપ ક્યારીથી યુક્ત મારૂં સુકૃતરૂપ વૃક્ષ ફલિત થયું છે. (૨૫૭)
મુનિ બોલ્યો કે :- હે મહીપાલ ! પંચમ લોકપાલ એવા તમને જોવાથી અમે પણ આજે જગતમાં ધન્ય થયા છીએ. (૨૫૮)
એ અવસરે ત્યાં જુલમ થયો, જુલમ થયો એવા શબ્દોથી