________________
પ્રથમ: માં:
परं दवाग्निचारेण, नरः कुष्ठरुजा यथा । अस्तोककालतः स्वामिन्नन्यादृक्ष इवाजनि ॥२०७॥
श्रुत्वेदं मन्त्रिणो वाक्यं, सद्गुरोरिव भावतः । अचिन्तयमहं तत्त्वं, वैराग्यद्रुमदोहदम् ॥२०८॥ मन्ये यथाऽसौ माकन्दोऽन्यादृक्षोऽजायत क्षणात् । विनश्वरी तथान्याऽपि दृष्टनष्टा भवस्थितिः ॥ २०९॥ पुत्रमित्रकलत्रेषु, याऽऽत्मीयमिति वासना । પિત્તોદ્રેવતઃ સેયં, શઠ્ઠાવિષુ સુવર્ણધી: ૨૨૦મા न दुःखैः खिद्यते प्राणी, न सुखैरपि तुष्यति । तस्मान्मुमुक्षुभिः किं न, भूयते द्वन्द्वहारिभिः ? ॥२११॥
४५
પણ હે સ્વામિન્ ! કોઢ રોગથી માણસની જેમ દાવાનળથી અલ્પકાળમાં તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે.” (૨૦૭)
આ પ્રમાણેના ભાવથી સદ્ગુરુનાં વચન જેવાં મંત્રીના વચન સાંભળીને વૈરાગ્યરૂપવૃક્ષના દોહદરૂપ એવા તત્ત્વનો મેં વિચાર કર્યો કે. (૨૦૮)
“જેમ આ સહકારવૃક્ષનું ક્ષણવારમાં સ્વરૂપ બદલાઈ ગયું. તેમ આ સંસારની અન્ય પણ સ્થિતિ દૃષ્ટનષ્ટ અને વિનશ્વર છે. અર્થાત્ સંસારના તમામ પદાર્થો વિનાશીના કલંકથી યુક્ત છે. (૨૦૯)
પુત્ર, મિત્ર અને કલત્રાદિકમાં “આ મારા” એવી જે વાસના છે, તે કમળાના રોગીને શંખાદિકમાં સુવર્ણની પ્રતીતિ થાય તેવી છે. (૨૧૦)
તેથી પ્રાણી દુ:ખથી ખેદ પામતો નથી, સુખથી સંતુષ્ટ થતો