________________
પ્રથમ: સ:
अथ व्याहृतवानेष, रत्नेन्दो ! वेत्सि किं न माम् ? । सोऽहं गन्धारनामाऽस्मि, मिलितस्तव यो वने ॥१८८।। त्वत्तः प्राप्तनमस्कारादभूवं लान्तके सुरः । इदानीमवधिज्ञानादागतस्ते विषोद्धृतौ ॥१८९॥ नेदं तवोपकारस्य, प्रत्युपकारकारणम् । किन्त्वेतल्लवणोदन्वल्लवणप्राभृतोपमम् ॥१९०।। अन्यस्मिन्नपि विधुरे, स्मर्त्तव्योऽहं पदातिवत् । इत्युदित्वा सुधाभोजी, पुनस्त्रिदिवमासदत् ॥१९१॥ દિવ્યપુરુષને જોયો. તેને જોઈને રાજાએ કહ્યું કે - “તમે કોણ છા? અને ક્યાંના રહેવાસી છો ? (૧૮૭)
“એટલે તે દિવ્યપુરુષ બોલ્યો કે - “હે રત્નચંદ્ર ! શું તું મને જાણતો નથી ? પૂર્વે વનમાં તને મળ્યો હતો તે જ હું ગંધાર શ્રાવક છું. (૧૮૮)
તે અવસરે તારી પાસેથી નમસ્કારમંત્ર પામીને હું લાંતકદેવલોકમાં દેવ થયો છું. હમણા અવધિજ્ઞાનથી તારી હકીકત જાણીને તને વિષરહિત કરવા અહીં આવ્યો છું. (૧૮૯)
આ કાર્ય કરવાથી કાંઈ તારા ઉપકારનો બદલો વળી શકે તેમ તો નથી જ, પણ આ તો લવણસમુદ્રને લવણનું ભેગું કરવા જેવું છે. (૧૯૦)
પરંતુ અન્યદા કોઈવાર સંકટ પડે તો મને તારો સેવક સમજીને સંભારજે.” આ પ્રમાણે કહીને તે દેવ ફરી દેવલોકમાં ચાલ્યો ગયો. (૧૯૧)
પછી બંદીજનોથી આનંદપૂર્વક બોલાતી બિરૂદાવલીને સાંભળતો