________________
श्री मल्लिनाथ चरित्र पिधानमिव दुष्कर्मविरोचननिकेतने । ददर्श देवधामैकं, विस्मयोत्फुल्ललोचनः ॥९४।। मध्येचैत्यं प्रविष्टोऽसौ, प्रमोदमिव देहिनाम् । निदध्यौ तीर्थकृद्विम्ब, दृग्मृगीपाशबन्धनम् ॥९५।। प्रणत्य परया भक्त्या, वीतरागं जगद्गुरुम् । अभ्यगान्मण्डपे चारुदन्तपञ्चालिकावृते ॥९६।। इतश्चागान्नरः कोऽपि, जराजर्जरविग्रहः । कौपीनवसनः क्षामः, क्लिन्नक्लिन्नो मलेन च ॥९७॥ स प्रणम्य जिनाधीशं, भावशुद्ध्या पवित्रितः । कुमारं प्रति सस्नेह, जगाद वदतां वरः ॥९८॥ એવામાં ધર્મવૃક્ષના બગીચા સમાન, સંપત્તિના નિધાનરૂપ. (૯૩)
અને દુષ્કર્મરૂપ દૈત્યગૃહના (વિરોચન) ઢાંકણરૂપ એક દિવ્યદેવમંદિર વિસ્મયથી વિકસ્વરનેત્રવાળા રાજકુમારના જોવામાં આવ્યું. (૯૪).
તે ચૈત્યમાં તેણે પ્રવેશ કર્યો એટલે પ્રાણીઓને પ્રમોદરૂપ અને દૃષ્ટિરૂપ મૃગલીના પાશરૂપ શ્રીજિનબિંબ તેના જોવામાં આવ્યાં. (૯૫)
પછી જગતગુરુ શ્રીવીતરાગપરમાત્માને પરમભક્તિથી પ્રણામ કરીને સુંદરદતપાંચાલી (પુતળીઓ)થી મનોહર એવા રંગમંડપમાં તે આવ્યો. (૯૬)
એવામાં જરાથી જર્જરિત શરીરવાળો, લંગોટી માત્ર વસ્ત્રધારક, મેલ અને પરસેવાથી મલિન શરીરવાળો કોઈ કૃશપુરુષ ત્યાં આવ્યો. (૯૭).
શ્રીજિનેશ્વર ભગવંતને ભાવશુદ્ધિપૂર્વક પ્રમાણ કરીને પવિત્ર