________________
४२१
પંચમ: સ:
देवच्छन्दं जगद्भर्तुर्विश्रामाय दिवौकसः । प्राकारे मध्यमे चक्रुः, पूर्वोदीच्यां यथास्थिति ॥३०५।। धनुः शतत्रयं पांशुं, चैत्यर्बु पत्रलं ततम् । तृतीयशालमध्योति॑, विदधुर्व्यन्तरामराः ॥३०६॥ युग्मम् ततः सिंहासनं दिव्यं, चारुणी चामरे अपि । त्रैलोक्यविभुताशंसि, शुभ्रं छत्रत्रयं सुराः ॥३०७।। सर्वाश्चर्यैरिव कृतं, निर्मितं मङ्गलैरिव । संकीर्णमिव लक्ष्मीभिर्हषैर्मूतॆरिवावृतम् ॥३०८॥ जगच्चित्रैद्भवि व्याप्तं, निधानैरिव सेवितुम् ।
चक्रे समवसरणं, शरणं पर्वणामिव ॥३०९।। પગલે પગલે જેમાં ધૂપ ફૂરાયમાન છે એવી ધૂપઘટીઓ પ્રતિદ્વારે શોભવા લાગી. (૩૦૩-૩૦૪)
દેવોએ ભગવંતને વિશ્રામ લેવા મધ્યકિલ્લામાં ઇશાનખૂણામાં યથાસ્થિત એક દેવચ્છંદ રચ્યો. (૩૦૫).
પછી વ્યંતરદેવોએ ત્રીજા કિલ્લાની મધ્યભૂમિમાં ૩૦૦ ધનુષ્ય (પ્રભુના શરીરથી બાર ગણું) ઉન્નત,પત્રયુક્ત તથા એક યોજન વિસ્તૃત ચૈત્યવૃક્ષ બનાવ્યું. (૩૦૬)
ત્યારપછી દેવોએ રૈલોક્યના વૈભવને સૂચવનાર શુભ્રછત્રનું ત્રિક, દિવ્યસિંહાસન તથા બે સુંદર ચામર પ્રત્યેક દિશાએ રચ્યા. (૩૦૭)
આ પ્રમાણે સર્વ આશ્ચર્યો અને મંગળોથી બનાવેલ હોય, શોભાથી જાણે સંકીર્ણ થયેલું હોય, જાણે સાક્ષાત્ હર્ષથી આવૃત્ત હોય, જગતના ચિત્રોથી વ્યાપ્ત હોય અને નવેનિધાનો જાણે તેની