________________
પંચમ: સર્ગઃ
तत्र गन्धाम्बुभिः शुद्धस्वातिज्योतिर्भवामिव । रजःपुञ्जप्रशमनीं, वृष्टिं चक्रुर्दिवौकसः ॥२९४॥
स्वर्णरत्नशिलाजालैस्तूद्बबन्धुर्महीतलम् । सुरास्तत्र भृतैश्चैत्यमध्यवद् मेध्यबुद्धयः || २९५ ॥
जानुदघ्नीं पञ्चवर्णामामोदाद् मत्तषट्पदाम् । विकूणिकां कूणयन्तीं, वृष्टिं पौष्पीं व्यधुः सुराः ॥ २९६॥
कृत्वाऽन्तर्मणिमयस्तूपमभितस्तमधः सुराः । रैकपिशीर्षकं वप्रं व्यधुर्भुवनवासिनः ॥ २९७ ॥
ज्योतिष्कास्तद् द्वितीयं तु, सद्रत्नकपिशीर्षकम् । चक्रिरे काञ्चनैः सूर्यरश्मिभिरिव पिण्डितम् ॥२९८॥
४१९
તેવી અને રજપુંજને શાંત કરનારી સુગંધી જળની વૃષ્ટિ કરી. (૨૯૪)
પછી શુદ્ધબુદ્ધિવાળા વ્યંતર દેવોએ ત્યાં ચૈત્યના મધ્યભાગની જેમ પૃથ્વીતળને સુવર્ણ અને રત્નથી બાંધી દીધું. (૨૯૫)
દેવોએ મધુરગંધથી ભમરાઓને પ્રમત્ત કરનારી અને મનને પ્રસન્ન કરનારી એવી જાનુપ્રમાણ પઋતુના પંચવર્ષી પુષ્પોની વૃષ્ટિ કરી. (૨૯૬)
પછી ભવનપતિદેવોએ પ્રથમ સુવર્ણના કાંગરાવાળો રજતનો ગઢ રચ્યો. (૨૯૭)
જ્યોતિષદેવોએ સૂર્યના કિરણો એકત્ર થયા હોય એવા સુવર્ણથી રત્નના કાંગરાવાળો બીજો સુવર્ણ ગઢ રચ્યો. (૨૯૮)
તથા વૈમાનિક દેવોએ જાણે રોહણાચલથી લાવ્યા હોય તેવા