________________
પંચમ: સ:
३७९ ॥ इति श्रीमल्लिनाथस्वामिपूर्वभवचतुर्थवसुमित्रोत्पत्तिः ॥ जीवो वैश्रमणस्याऽथ, वैजयन्तात् परिच्युतः । अदीनशत्रुनामाऽभूद्, भूपालो हस्तिनापुरे ॥१००।। इतश्च - श्रीमल्लेरनुजो मल्लो, नाम्ना यौवनमागतः । आजूहवच्चित्रकरान्, लेप्यकर्मविशारदान् ॥१०१॥ भित्तिविभज्य तेभ्योऽसौ, गोत्रिभ्य इव सम्पदः । सचित्रं कारयामासोन्मीलितं भागवर्तनैः ॥१०२॥ तेष्वेकश्चित्रकृद्वर्यो, लब्धदैवतसद्वरः । एकाङ्गदर्शनेनाऽपि, यथावस्थितरूपवित् ॥१०॥ अन्तर्जवनिकं पादाङ्गष्ठं मल्लेनिरीक्ष्य सः । यथावद्रूपमलिखत्, सर्वाङ्गोपाङ्गशोभनम् ॥१०४॥ વૈશ્રમણ જીવ બને હસ્તિનાપુરમાં અદીનશત્રુ રાજવી.
હવે વૈશ્રમણનો જીવ વૈજયંતવિમાનથી ચ્યવીને હસ્તિનાપુરમાં અદીનશત્રુ નામે રાજા થયો. (૧૦૦)
અહીં મલ્લિકુમારીને મલ્લ નામે એક લઘુબાંધવ હતો તે યૌવનાવસ્થામાં આવ્યો. એટલે એણે ચિત્રકળામાં કુશળ ચિત્રકારને પોતાના માટે ચિત્રશાલા ચિતરવા બોલાવ્યા (૧૦૧)
અને ગોત્રીઓને સંપત્તિની જેમ તેમને સમાન ભાગે ભીંત વહેંચી આપી તેની ઉપર સરસચિત્રો કરાવ્યાં (૧૦૨)
તે ચિત્રકારોમાં એક ચિત્રકારને દૈવીવરદાન હતું તે શરીરના એકભાગ માત્રને જોવાથી યથાવસ્થિત આખું શરીર આલેખી આપનાર એક કુશળ ચિત્રકાર હતો. (૧૦૩).
તેણે પડદામાં રહેલ મલ્લિકુમારીના ચરણના અંગુઠાને જોઈ