________________
३६८
एवंरूपा विदधिरे, उपयाचितसंहतीः । आर्ता हि देवतापादभक्तिं विदधतेतराम् ॥४६॥
इत्युपद्रवमालोक्य स्मृतपञ्चनमस्कृतिः । पवित्रासनमासीनः, प्रत्याख्यानसमाहितः || ४७||
',
श्री मल्लिनाथ चरित्र
वीतरागं मनोऽम्भोजे, विदधानः शुभाशयः । श्रावकोऽर्हन्नयोऽस्मार्षीदनित्यादिकभावनाम् ॥४८॥ युग्मम्
अमुमीदृग्विधं वीक्ष्य, क्षोभाय सुरपांसनः । विचक्रे रक्षसो रूपं, कालरात्रिसहोदरम् ॥ ४९ ॥
मुखज्वालास्फुलिङ्गोच्चैद्य खद्योतमयीमिव । कुर्वन् हास्यच्छटापातैः, क्षमां फेनमयीमिव ॥५०॥ “કારણ કે પીડાતા લોકો (દુઃખી લોકો) દેવચરણની બહુભક્તિ કરે છે.” (૪૬)
આ પ્રમાણેનો પ્રબળ ઉપદ્રવ જોઈને પંચપરમેષ્ઠિનું સ્મરણ કરતો, પવિત્ર આસન ઉપર બેસી, પ્રત્યાખ્યાન કરી પોતાના હૃદયકમળમાં વીતરાગને ધારણ કરી શુભાશયવાળો અર્હન્નય શ્રાવક અનિત્યાદિ ભાવના ભાવવા લાગ્યો. (૪૭-૪૮)
એટલે એને શુભ ભાવનામાં નિમગ્ન થયલો જોઈ તેને ક્ષોભ પમાડવા માટે તે અધમદેવે કાળરાત્રિ સમાન રાક્ષસનું રૂપ વિકર્યું. (૪૯)
મુખમાંથી નીકળતી જ્વાળાના અવિરત સ્ફૂલિંગ(કણિયા)થી આકાશને જાણે ખઘોત(ખજુવા)મય બનાવતો, હાસ્યચ્છટાના પાતથી પૃથ્વીને જાણે ફીણમય બનાવતો, (૫૦)
પાદરૂપ શિલાના ઘાતથી પૃથ્વીને જાણે પાતાળમાં દબાવી