________________
३६६
श्री मल्लिनाथ चरित्र मनुष्यकीटको धर्मादचाल्यस्त्रिदशैरपि । अवोचद् यद्वचः शक्रस्तदद्याऽलीकयाम्यहम् ॥३६।। इति ध्यात्वा सुरः कश्चिद्, मत्सराध्मातमानसः । अधिवार्धि महामेघं, विचक्रे व्योममण्डले ॥३७॥ नीलीरक्तेव सर्वत्र, जजृम्भे घनमण्डली । पोतस्थजनजीवानां, ग्रसने राक्षसीयिता ॥३८॥ सत्त्वहेम्नः परीक्षायां, शाणायन्ते चिरद्युतः । गजितान्यपि जीवानां, ठात्कारा इव निग्रहे ॥३९॥ यथा यथा प्रवहणं, कम्पते चैत्यकेतुवत् । तथा तथाऽङ्गिनां भीतिग्रहिलानि मनांस्यपि ॥४०॥ ચલાયમાન કરી ન શકે.” આવા ઇંદ્રના વચનો સાંભળી ઇંદ્રના વચનને હું આજ મિથ્યા કરું. (૩૬)
એમ ચિંતવી મનમાં મત્સર ધારણ કરી કોઈ મિથ્યાષ્ટિ દેવતાએ સમુદ્ર ઉપર આકાશમંડળમાં મહામેવ વિદુર્યો. (૩૭)
એટલે મેઘમાલા સર્વત્ર નીલીરક્તના જેવી દીસવા લાગી અને વહાણમાં બેઠેલા માનવોને ગળી જવાને જાણે એક રાક્ષસી હોય તેવી દેખાવા લાગી. (૩૮)
સત્ત્વરૂપી સુવર્ણની પરીક્ષામાં વીજળીનો પ્રકાશ તે શરાણ જેવો અને પ્રાણીઓનો નિગ્રહ કરવામાં ગર્જના તે ઠાત્કાર જેવી જણાવા લાગી. (૩૯)
જેમ જેમ મંદિરના ધ્વજની માફક વહાણ ડોલવા લાગ્યું તેમ તેમ માણસોના મન પણ ભયથી વિહ્વળ થવા લાગ્યા. (૪૦)
પછી તરંગોના ઝપાટાથી વહાણ ડોલા ખાતું ઉંચે ઉછળવા