________________
પં
: સ:
३५९
૩થ પશ્ચમ: સ: |
इतश्च वैजयन्ताख्यविमानात् स परिच्युतः । जीवोऽचलस्य साकेते, प्रतिबुद्धिर्नृपोऽजनि ॥१॥ कामो वयसि पीयूषं, यो वचसि महीयसि । गीष्पतिः सदसि त्वष्टा, महसि क्षात्रसम्भवे ॥२॥ देवी पद्मावती तस्य, पद्मा पद्मापतेरिव । निश्छद्मसद्म निःशेषगुणानामनणीयसाम् ॥३।। इतश्च तस्मिन्नगरे, गरीयो नागवेश्मनि । . ईशान्यां दिशि नागानां प्रतिमाश्चिन्तितप्रदाः ॥४॥ आनचुस्ताः प्रतिदिनं, नागरा भक्तिसागराः । उपयाचितसन्ताने, सम्पूर्णे सति सर्वदा ॥५॥
હવે વૈજયંત નામના વિમાનથી ઍવીને અચલનો જીવ સાકેતપુરમાં પ્રતિબુદ્ધિ નામે રાજા થયો. (૧)
જે રૂપમાં કામદેવસમાન, વચનમાં અમૃતસમાન, સભામાં બૃહસ્પતિસમાન અને ક્ષત્રિયતેજમાં વિશ્વકર્મા સમાન હતો. (૨)
કૃષ્ણની લક્ષ્મીની જેમ અતિમહાન સમસ્ત ગુણોના સ્થાનરૂપ પદ્માવતી નામે તે રાજાની રાણી હતી. (૩)
તે નગરીની ઇશાનદિશામાં એક મોટા નાગમંદિરમાં ઈષ્ટાર્થ પૂરનારી અનેક નાગોની પ્રતિમા હતી. (૪)
માનતાઓ પૂર્ણ થતાં ભક્તિશાળી નગરવાસીઓ તે પ્રતિમાની દરરોજ પૂજા કરતા હતા. (૫)
એકવાર રાજાની રજા લઈને પદ્માવતી રાણી હર્ષ પામી