________________
३५३
ચતુર્થ :
लाल्यमानः प्रभुस्ताभिर्देहोपचयमागमत् । क्रमेण यौवनं प्राप, त्रैलोक्यश्रीदृगौषधम् ॥१९५॥ पञ्चविंशतिधन्वोच्चो, नीलोत्पलदलच्छविः । वज्रर्षभसंहननधारी कलशलाञ्छनः ॥१९६।। मल्लीसुरभिनिःश्वासो, निवासः सर्वसम्पदाम् । पाशो रतिप्रियन्यङ्कोः, श्रीमन्मल्लिरभात्तराम् ॥१९७॥ युग्मम् नमन्नृपतिशीर्षेषु, कुन्दकान्तनखेन्दवः । विस्मेरकेतकीपत्रशोभा भेजुर्जगत्पतेः ॥१९८॥ एणीजङ्घोपमं जङ्घायुग्मं भाति जगत्पतेः । नाभिश्च सरितां भर्तृकल्पो लवणिमाश्रयः ॥१९९॥ અને અનુક્રમે ત્રિલોકની લક્ષ્મીની દૃષ્ટિને ઔષધસમ યૌવનવયને પામ્યા (૧૯૫)
એટલે પચીશ ધનુષ્ય પ્રમાણ ઉંચા, નીલોત્પલના દલ સમાન કાંતિવાળા વજઋષભનારા સંઘયણના ધારક, કળશ લાંછનયુક્ત (૧૯૬)
પદ્મના જેવા સુગંધિત શ્વાસવાળા, સર્વસંપત્તિના નિવાસભૂત, રતિપતિરૂપ મૃગને પાશસમાન એવા શ્રીમાન મલ્લિનાથ ભગવંત અતિશય શોભવા લાગ્યા. (૧૯૭).
ભગવંતના મચકુંદના પુષ્પસમાન મનોહર નખના કિરણો નમતા રાજાઓના મસ્તક ઉપર વિકસિત કેતકીપત્રની શોભાને ધારણ કરતા હતા. (૧૯૮).
પ્રભુની બંને જંઘા મૃગની જંઘા સમાન અને લાવણ્યના આશ્રયરૂપ નાભિ-સાગર સમાન શોભતી હતી. (૧૯૯૯)