________________
३५०
श्री मल्लिनाथ चरित्र अस्मिन् स्वामिन्यकल्याणं, योऽधमश्चिन्तयिष्यति । तस्यार्कमञ्जरीवाऽऽशु, स्फुटिष्यति शिरः स्वयम् ॥१८१॥ पूरयित्वा विभोर्वेश्म, रत्नस्वर्णादिभिः स च । यात्रां नन्दीश्वरे कृत्वा, स्वं स्थानं हरयो ययुः ॥१८२॥ प्रभावतीमथ ज्ञात्वा, प्रसूतां सम्भ्रमान्विताः । स्त्रियः श्रीकुम्भभूपस्य, सुतोत्पत्तिं बभाषिरे ॥१८३।। स्वकिरीटं विना ताभ्यः, स्वाङ्गिकं भूषणं ददौ । वृत्तिं च चक्रिरे यावद्, वेणिकामपि सप्तमीम् ॥१८४|| रत्नस्वर्णादिभिः पूर्णं, गृहं वीक्ष्य नरेश्वरः । अज्ञासीत् तनयोत्पत्तौ, देवेन्द्राणां समागमम् ॥१८५।।
“આ સ્વામીનું જે અધમ અશુભ ચિંતવશે, તેનું શિર (મસ્તક) અર્ક(અર્જુન) મંજરીની જેમ સ્વયમેવ સત્વર ફૂટી જશે.” (૧૮૧)
પછી સ્વર્ણરત્નાદિકથી પ્રભુનું ધામ (ઘર) ભરી દઈ નંદીશ્વરદ્વીપની યાત્રા કરીને ઇંદ્રો પોતપોતાના સ્થાનકે ગયા. (૧૮૨)
કુંભરાજાને પ્રભુ જન્મની વધામણી. હવે પ્રભાવતીને પ્રસૂતા જાણીને દાસીઓએ એકદમ ઉતાવળથી કુંભરાજાને તે પુત્રી જન્મનું નિવેદન કર્યું. (વધામણી આપી) (૧૮૩)
એટલે રાજાએ એક મુગુટ વિના પોતાના અંગપરના બધા આભૂષણો તેમને ઇનામમાં આપ્યા. અને સાત પેઢી સુધી તેમને પેન્શન કરી આપ્યું. અર્થાત્ ઘણું ધન આપ્યું. (૧૮૪)
પછી રત્નસુવર્ણાદિકથી પોતાના ધામ (ઘર)ને સંપૂર્ણ ભરેલું