________________
ચતુર્થ : पर्वतायुर्भवेत्युच्चैरुक्त्वा कर्णान्तिके प्रभोः । अवादयंस्ततो रत्नपाषाणौ कांस्यतालवत् ॥९२॥ सूतिकाधाम ता निन्युर्जननीं जिनमप्यथ । षट्पञ्चाशद्दिक्कुमार्यस्ता गायन्त्योऽवतस्थिरे ॥९३॥ इतश्चसौधर्मे प्रथमे कल्पे, कल्पेशोऽनल्पवैभवः । अनेकदेवदेवीनां, कोटीभिः परिवारितः ॥९४॥ गीयमानगुणग्रामो, गन्धर्वैः कोमलस्वनैः । स्तूयमानयशाश्चारु, चारणैर्बिरुदालिभिः ॥९५॥ दोधूयमानचमरो, देवनारीभिरादरात् । यावदास्ते हरिस्तावदासनं कम्पमासदत् ॥९६॥ त्रिभिविशेषकम् રેખાને પામે છે. (૯૧)
પછી પ્રભુના કર્ણ પાસે દીર્ધાયુ થાઓ એમ ઉંચા સ્વરે બોલીને તે દેવીઓએ કાંસાની તાલની જેમ બે રત્નપાષાણ વગાડ્યા (૯૨)
પછી જિન અને જનનીને પાછા સૂતિકા ઘરમાં લઈ જઈને છપ્પન દિકકુમારીઓ ગુણગાન કરતી ઊભી રહી. (૯૩).
એવામાં પ્રથમ સૌધર્મદેવલોકમાં અતિશય વૈભવશાળી કરોડો દેવ-દેવીઓથી પરવરેલા, (૯૪).
ગંધર્વો કોમળસ્વરથી જેના ગુણગાન કરી રહ્યા છે, ચારણો બિરૂદાવલિથી જેના ઉજ્જવળયશની સ્તવના કરી રહ્યા છે. (૯૫)
દેવાંગનાઓ આદરપૂર્વક જેને ચામર ઢાળી રહી છે. એવા સૌધર્મેન્દ્ર સૌધર્મસભામાં આવીને બેઠા. એટલે તેમનું આસન કંપાયમાન થયું. (૯૬)
આસનકંપથી રોપાયમાન થયેલ અંતરમાં રહેલા જવલંત