________________
३२८
श्री मल्लिनाथ चरित्र भोगङ्करा भोगवती, सुभोगा भोगमालिनी । सुवत्सा वत्समित्रा च, पुष्पमाला त्वनिन्दिता ॥६३॥ एकोनविंशतीर्थेशमम्बां च जगतांपतेः। अनुप्रदक्षिणीकृत्य, नत्वा भक्त्येत्थमूचिरे ॥६४|| समुद्योतितभुवने !, जगन्नायकजन्मना । जगद्वन्द्यगुणाधारे !, जगन्मातर्नमोऽस्तु ते ॥६५।। अधोलोकनिवासिन्यो, वयमष्टौ जगन्नते ! । तीर्थकृज्जन्ममहिमां, कर्तुकामाः इहागताः ॥६६॥ अस्मत्तस्तद् न भेतव्यमुक्त्वा पूर्वोत्तरस्थिताः । प्राङ्मुखं सूतिकौकस्ताश्चक्रुः स्तम्भसहस्रयुक् ॥६७।। વત્સમિત્રા, પુષ્પમાલા, અનિંદિતા એ આઠ દિકકુમારી દેવીઓ આવી. (૬૨-૬૩)
જિન તથા જિનની માતાને પ્રદક્ષિણા દઈ ભક્તિપૂર્વક નમસ્કાર કરી કહેવા લાગી કે, (૬૪)
જગતનાયકના જન્મથી ભુવનને પ્રકાશિત કરનારી, અને જગતને વંદનીય એવા પ્રભુને ધારણ કરનારી હે જગત્માતા ! તમને નમસ્કાર થાઓ. (૬૫)
હે જગન્નતે ! અધોલોકવાસી અમે આઠદેવીઓ તીર્થંકરપ્રભુના જન્મનો મહોત્સવ કરવા માટે અહીં આવી છીએ. (૬૬)
માટે તમારે અમારાથી ભય પામવું નહિ. એમ કહીને તેમણે ઇશાનખૂણામાં હજારસ્તંભવાળું અને પૂર્વાભિમુખદ્વારવાળું એક સૂતિકાગૃહ બનાવ્યું (૬૭)
અને તેની ચારેબાજુ એકયોજન ભૂમિમાંથી સંવકવાયુવડે ૨. “વિનત્વ:' રૂપ !