________________
३२७
ચતુર્થ: સઃ
ग्रहेषूच्चस्थितेषूच्चैस्तज्जन्मौको दिदृक्षया । एकोनविंशमर्हन्तं, नीलाभं कुम्भलाञ्छनम् ॥५८॥ प्राग्जन्ममाययोपात्तस्त्रीकर्मत्वेन कन्यकाम् । प्रभावती प्रभूते स्म, गङ्गेव स्वर्णपद्मिनीम् ॥५९॥ त्रिभिर्विशेषकम् अनुकूला ववुर्वातास्तज्जन्मसुखिता इव । सुप्रसन्ना दिशोऽभूवन्, कृतकृत्या इव प्रजाः ॥६०॥ अरिष्टानि क्षयं जग्मुः, शुभशस्यमभूद् जगत् । नारकाणामपि सुखमाकस्मिकमभूत् क्षणम् ॥६१॥ दिक्कुमार्यो विदित्वाऽथ, तज्जन्मासनकम्पतः । अधोलोकात् समाजग्मुरष्टौ देव्यः ससंभ्रमम् ॥६२॥ ताश्चैता:
તથા જિનેશ્વરના જન્મગૃહને જોવાની ઇચ્છાથી જ ન હોય તેમ ગ્રહો બધા ઉચ્ચસ્થાને આવતાં, ગંગાનદી જેમ સુવર્ણ પદ્મિનીને ઉત્પન્ન કરે તેમ પ્રભાવતી દેવીએ પૂર્વે માયાથી સ્ત્રીવેદ ઉપાર્જન કરેલ હોવાથી કુંભલાંછન અને નીલવર્ણ યુક્ત એવા ઓગણીશમાં તીર્થકરરૂપ કન્યાને જન્મ આપ્યો. (૫૮-૫૯)
એટલે તેમના જન્મથી જાણે સુખ પામ્યા હોય તેમ અનુકૂળ પવન વાવા લાગ્યા. કૃતકૃત્ય થયેલી પ્રજાની જેમ દિશાઓ પ્રસન્ન થઈ. (૬૦)
સંકટો ક્ષય થયા, જગતના પુણ્યનો ઉદય થયો અને નારકીનાજીવોને પણ અકસ્માત ક્ષણભર સુખ ઉત્પન્ન થયું. (૬૧)
છપ્પન-દિકુમારીકાઓનું આગમન. પછી આસનકંપથી શ્રીજિનેશ્વરનો જન્મ જાણીને સંભ્રમથી અધોલોકની ભોગંકરા, ભોગવતી, સુભોગા ભોગમાલિની, સુવત્સા,