________________
३१४
श्री मल्लिनाथ चरित्र अन्येऽपि मुनयः कृत्वाराधनां पावनाशयाः । तस्मिन्नेव विमानेऽगुः, पूर्वं सङ्केतिता इव ॥२५६॥ षडपि मुनय एते भावनापावनान्तःकरणकमलभाजो ज्ञातसिद्धान्ततत्त्वाः । सुगुरुचरणसेवालब्धकीर्तिप्रचाराः सुरसदनमगच्छन् वैजयन्ताभिधानम् ॥२५७।। इत्याचार्यश्रीविनयचन्द्रसूरिविरचिते श्रीमल्लिनाथस्वामिचरिते
महाकाव्ये विनयाङ्केऽन्तरङ्गदेशनागर्भितः प्रथमद्वितीयभवव्यावर्णनो नाम तृतीयः सर्गः ॥
પવિત્ર આશયવાળા અન્યમુનિઓ પણ આરાધના કરીને જાણે પૂર્વે સંકેત કર્યો હોય તેમ તેજ વિમાનમાં દેવ થયા. (૨પ૬)
અર્થાત ભાવનાથી પવિત્ર અંતઃકરણરૂપ કમળવાળા, સિદ્ધાંતના તત્ત્વને જાણનારા, સુગુરુચરણસેવાથી વિશાળ કીર્તિ પ્રાપ્ત કરનારા એવા તે છએ મુનિઓ વૈજયંત નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. (૨૫૭)
આચાર્ય વિજય શ્રીવિનયચંદ્રસૂરિ વિરચિત શ્રીમલ્લિનાથચરિત્ર મહાકાવ્યમાં વૈરાગ્યયુક્ત દેશના ગર્ભિત-મહાબલાદિ રાજર્ષિની આરાધના યુક્ત પહેલાં-બીજા ભવના વર્ણન સ્વરૂપ ત્રીજો સર્ગ પૂરો થયો.