________________
તૃતીયઃ સ:
३०९ वैयावृत्त्यं तु गच्छस्य, बालादिदशभेदतः । भक्तविश्रामणाद्यैः स्यात्, स्थानं षोडशकं किल ॥२२९॥ समाधिः सर्वलोकस्य, पीडादिकनिवारणात् । मनःसमाधिजननं, स्थानं सप्तदशं भवेत् ॥२३०॥ अपूर्वज्ञानग्रहणात्, सूत्रार्थोभयभेदतः ।। अष्टादशमिदं स्थानं, सर्वज्ञैः परिभाषितम् ॥२३१॥ श्रुतभक्तिः पुस्तकानां, लेखनादिषु कर्मसु । व्याख्याव्याख्यापनैरेकोनविंशं स्थानकं भवेत् ॥२३२॥ प्रभावनाप्रवचने, विद्यावादनिमित्ततः । शासनस्योन्नतेर्या स्यात्, स्थानं विंशतिसंज्ञकम् ॥२३३।। અતિથિસંવિભાગ કરવાવડે પંદરમું સ્થાનક આરાધ્યું. (૨૨૮)
બાળ વિગેરે દશભેદયુક્ત ગચ્છની આહારવડે ભક્તિ અને બહુમાનાદિ વડે વૈયાવચ્ચ કરીને સોળમું સ્થાનક આરાધ્યું. (૨૨૯)
પીડાદિકના નિવારણથી સર્વજીવોને શરીરસંબંધી અને મનસંબંધી સમાધિ આપવાવડે સત્તરમું સ્થાનક આરાધ્યું. (૨૩૦)
સૂત્ર, અર્થ-ઉભયભેદથી અપૂર્વ (નવા-નવા) જ્ઞાનનું ગ્રહણ કરવાવડે અઢારમું સ્થાનક આરાધ્યું. (૨૩૧)
પુસ્તકો લખાવવા વિગેરેથી અને તેની શુદ્ધ વ્યાખ્યા વિગેરે કરવાથી શ્રુતભક્તિરૂપ ઓગણીશમું સ્થાનક આરાધ્યું. (૨૩૨)
વિદ્યા, વાદ કે નિમિત્તાદિથી શાસનની ઉન્નતિ કે પ્રભાવના કરવા દ્વારા વીશમું સ્થાનક આરાધ્યું. (૨૩૩) ૧. “પતિન: રૂલ્યપ !