________________
३०१
તૃતીયઃ સઃ ततो व्रतमहीपालः, सत्क्रियाकवचोत्तरः । अवर्षद् धर्मचापेन देशनानिर्मितैः खगैः ॥१८८॥ पात्रस्यानुपघातेनाऽनिह्ववेन गुरोरपि । जिगाय ज्ञानावरणदर्शनावरणे नृपः ॥१८९।। जिनेन्द्रसिद्धचैत्यौघसंघस्य द्वेषवर्जनैः । अनन्तदुःखसंभारं, सोऽजयद् दृष्टिमोहनम् ॥१९०॥ तीव्रक्रोधपरीहारैर्भवभ्रमणवारणैः । चारित्रमोहं चारित्रभूपालो जितवांस्तदा ॥१९१॥ महारम्भपरित्यागैस्तीव्ररागविवर्जनैः । व्रतेशो नरकायुष्कं, समूलमुदपाटयत् ॥१९२॥
પછી મહાબળવાન યોદ્ધાના જેવા કષાય અને નોકષાય સાથે રણકામી કર્મરાજાએ રણક્ષેત્ર-યુદ્ધભૂમિને અલંકૃત કરી. (૧૮૭)
એટલે ચારિત્રરાજા સન્ક્રિયારૂપ કવચને ધારણ કરી ધર્મરૂપ ધનુષ્યથી દેશનારૂપ બાણો વર્ષાવવા લાગ્યા. (૧૮૮)
પાત્રાના અનુપઘાતવડે અને ગુરુના અનિહ્નવપણા વડે જ્ઞાનાવરણ અને દર્શનાવરણને જીત્યો (૧૮૯).
જિનેન્દ્રસિદ્ધ-ચૈત્ય અને સંઘના ષવર્જનથી અનંતદુઃખના સમૂહરૂપ દર્શનમોહનયને જીત્યો. (૧૯૦)
ભવભ્રમણને વારનાર તીવ્રક્રોધનાં પરિહારથી તે ચારિત્રમોહનીયને જીત્યો. (૧૯૧).
મહાઆરંભના પરિત્યાગથી અને તીવ્રરાગના વર્જનથી ચારિત્રભૂપાલે નરકાયુષ્યને મૂળથી ઉખેડી નાંખ્યુ. (૧૯૨)