________________
२९७
તૃતીય: : मण्डलाधिपकन्दर्पनिदेशाद् विषया भटाः । स्थायिभिर्मूर्ततेजोभिरिव योद्धं डुढौकिरे ॥१६६॥ त्रिभिर्विशेषकम् तेषां दर्शनतः श्रीमव्रतराट्पक्षवर्तिनः । द्रव्यतो यतयो नेशुः, किंकर्तव्यविमोहिताः ॥१६७।। स्वबलं भग्नमुद्वीक्ष्य, बलात्कर्ममहीभुजः । अशिक्षतेति निर्ग्रन्थान्, श्रीमच्चारित्रभूपतिः ॥१६८॥ यूयं धन्या महासत्त्वा, आजन्मब्रह्मचारिणः । यथाख्यातव्रतास्तीर्णघोरसंसारसागराः ॥१६९।। युष्मदीयं व्रतं भद्राः !, पालितं सफलं तदा । यदाऽमून् विषयान् घोरान्, जेतारो ब्रह्मविक्रमैः ॥१७०।।
મૂર્તિમાન તેજ સ્વરૂપ સ્થાયી સહજ વિષયસુભટો મંડલાધિપ કામદેવના આદેશથી યુદ્ધ કરવા દોડી આવ્યા. (૧૬૬)
તેમને જોતાં જ શ્રીમાન ચારિત્રરાજાના પક્ષમાં રહેનારા દ્રવ્યયતિઓ કિંકર્તવ્યથી વિમોહિત થયેલા ભાગી ગયા. (૧૬)
એટલે કર્મરાજાના સૈન્યથી પોતાના સૈન્યને ભગ્ન થયેલ જોઈને શ્રીમાનું ચારિત્રરાજા નિગ્રંથોને આ પ્રમાણે શિક્ષા આપવા લાગ્યા કે, (૧૬૮)
હે ભદ્રો ! તમે ધન્ય છો ! મહાસાત્ત્વિક છો, આજન્મબ્રહ્મચારી છો. યથાખ્યાતચારિત્રી અને ઘોર-સંસાર-સાગરને પાર પામેલા છો.માટે જ્યારે બ્રહ્મપરાક્રમથી આ ઘોર વિષયોને જીતશો ત્યારે જ તમારું વ્રતપાલન સફળ થશે. (૧૬૯-૧૭૦)
નહિ તો એ વિષયો, તમે જીવંત છતાં તમારા બ્રહ્મચર્યરૂપ