________________
२८८
श्री मल्लिनाथ चरित्र तस्या नादं समाकर्ण्य, शौर्यद्रुमघनाघनम् । कामाद्या मण्डलाधीशाः, सर्वे संनहनं व्यधुः ॥१२०॥ आहारभयसंज्ञाश्च, चतस्रो यानकाहलाः । चतुर्दिक्षु जयायेव, ताडिताः कर्मभूभुजा ॥१२१।। कदाग्रहमयास्तत्र, निःस्वानाः सस्वनुस्तराम् । पञ्चेन्द्रियविकाराश्च, पञ्च तूर्याण्यपि स्फुटम् ॥१२२॥ अथ कर्ममहीपालः, कृतप्रस्थानमङ्गलः । आरुरोहाभिमानाख्यं, नागं नगमिवोन्नतम् ॥१२३॥ अभव्यैर्मण्डलाधीशैश्चलत्कर्मगुणैरिव । दूरभव्यैस्तथा वर्गपत्तिभिः परिवारितः ॥१२४।।
એટલે શૌર્યરૂપવૃક્ષને મેઘસમાન તે ભંભાનો અવાજ સાંભળીને કામાદિક માંડલિક રાજાઓ સર્વે સજ્જ થવા લાગ્યા. (૧૨)
ચારેદિશામાં જાણે જયને માટે જ હોય તેમ કર્મરાજાએ આહાર, ભય, મૈથુન-પરિગ્રહરૂપ ચાર પ્રકારના પ્રયાણ વાજીંત્ર વગડાવ્યા. (૧૨૧)
સૌથી આગળ કદાગ્રહરૂપ નિઃસ્વાન (નિશાન) બહુ જ જોરથી વાગવા લાગ્યા. પાંચ ઇંદ્રિયોના વિકારરૂપ પાંચવાજીંત્રોનો પણ તીવ્રનાદ થયો. (૧૨૨)
પછી પ્રસ્થાનમંગલ કરતો કર્મરાજા પર્વત જેવા ઉન્નત અભિમાનરૂપ હાથીપર આરૂઢ થયો. (૧૨૩)
અને જાણે કર્મરાજાના ચાલતા ગુણો હોય તેવા અભવ્ય જાતિના માંડલિક રાજાઓથી તથા દુરભવ્યજાતિના પદાતિઓથી પરિવૃત્ત થઈ (૧૨૪)