________________
२६८
श्री मल्लिनाथ चरित्र तत्र कर्मपरीणामो, नाम भूपो महाबलः । यदाज्ञा माल्यवत् सर्वैरुह्यते नृसुरैरपि ॥१८॥ सर्वत्राऽलध्यरचना, वचनाऽगोचरोधमा । तस्याग्रमहिषी कालसङ्गतिर्गतिशोभना ॥१९॥ देवपूजापरः शान्तः, शोभन: स्वप्नसूचितः ।। अल्पक्रोधोऽल्पमानोऽल्पमायोऽल्पाहङ्कृतिः कृती ॥२०॥ आस्तिकः सात्त्विकः प्राज्ञः, शुभमार्गप्ररूपकः । भव्यो नाम तयोः पुत्रः, पवित्राचरणप्रियः ॥२१॥ युग्मम् कलही क्लिष्टकर्मज्ञो, महामोहसखः खलु । निगोदपृथ्वीकायादिस्थितितत्त्वकृतोत्सवः ॥२२॥ દેહરૂપ વિશાળ જંગલો ચારેબાજુ આવેલા છે. (૧૭)
ત્યાં કર્મપરિણામ નામનો મહાબળવાન રાજા છે. જેની આજ્ઞા સર્વ માનવો અને દેવો પણ પુષ્પમાળાની જેમ વહન કરે છે. (૧૮)
સર્વત્ર અલંધ્યરચનાવાળી, વચનને અગોચર ઉદ્યમવાળી, સારીગતિવાળી એવી કાલસંગતિ નામે તેની પટ્ટરાણી છે. (૧૯)
તેઓનો દેવપૂજામાં તત્પર, શાંત, સુંદર, સારા સ્વપ્રોથી સૂચિત, અલ્પક્રોધ, માન, માયા, લોભવાળો, (૨૦)
આસ્તિક, સાત્વિક, પ્રાજ્ઞ, શુભમાર્ગપ્રરૂપક, પવિત્રાચારમાં પ્રેમી ભવ્ય નામનો પુત્ર છે. (૨૧)
તથા કલહકારી, ક્લિષ્ટકર્મજ્ઞ, મહામોહનો મિત્ર, નિગોદ અને પૃથ્વીકાયાદિમાં સ્થિતિ થવાથી જેણે ઉત્સવ કરેલો છે. (૨૨)
પુદ્ગલપરાવર્તન રૂપ અક્ષયભંડારનો જે રક્ષક છે. એવો