________________
२६५
તૃતીયઃ સઃ
कायोत्सर्गजुषामेषां, स्कन्धकण्डूयनं मृगाः । विदधुनिशितैः शृंगैस्तीक्ष्णैर्वासीमयैरिव ॥३॥ क्षुधार्ता अप्यमी धीराः, कुर्वार्णा दुस्तपं तपः । एषणा न व्यलङ्घन्त, निजच्छाया इवाङ्गिनः ॥४॥ अरण्यानीपथि भ्रान्ता, बाढं पिपासिता अपि । नो ववाञ्छुर्जलं शीतं, स्फीतं पीतामृता इव ॥५॥ शीतेन बाध्यमानास्ते, तुषारकणवाहिना । ईषु! ज्वलनज्वालां, ग्रीष्मसन्तापिता इव ॥६।। उष्णेन दह्यमानाङ्गा, न च्छायां फलिनस्य ते । अस्मरन् कायमानस्थाः, सुस्था इभ्यजना इव ॥७॥
કાયોત્સર્ગમાં રહેલા તે મુનિઓના શરીર સાથે હરણો પોતાના કુઠાર જેવા તીક્ષ્ણ શૃંગો (શિંગડા)થી પોતાના સ્કંધનું કંડુયન (ખભા ખણવા) કરવા લાગ્યા. (૩)
જીવો પોતાની છાયાને ઉલ્લંઘે નહિ તેમ સુધાર્ત છતાં દુષ્કરતપને આરાધતા તે ધીમુનિઓ એષણાનું ક્યારેય ઉલ્લંઘન કરતા ન હતા. (૪)
જંગલના માર્ગમાં ભમવા છતાં, અત્યંત પિપાસા ઉત્પન્ન થવા છતાં તેઓ અમૃતપાન કરેલાની જેમ અમાસુકજળને ઇચ્છતા નહોતા. (૫)
હિમકણોથી વ્યાપ્ત એવા શીતલવાયુથી પીડા પામવા છતાં તેઓ ગ્રીષ્મઋતુથી સંતાપિત થયેલાની જેમ અગ્નિજવાળાની ક્યારેય ઇચ્છા કરતા ન હોતા. (૬). તાપથી શરીરે બળતરા થવા છતાં અને કાયોત્સર્ગમાં રહેલા