________________
२६०
अथाधिरूढशिबिको, नरेन्द्रः श्रीमहाबलः । मुनिपादरजः पूतं, महोद्यानमुपेयिवान् ॥६५६||
श्री मल्लिनाथ चरित्र
स्वपदन्यस्तसत्पुत्रोऽथाऽचलो निश्चलाशयः । गुणैः स्थैर्यादिकैर्वर्यैर्धरणो धरिणीयितः ||६५७|| सप्तक्षेत्र्यां धनं न्यस्य, पूरणोऽप्यनृणो नृणाम् । वसुभिः पूरयन् विश्वं, वसुर्वसुरिव श्रिया ॥ ६५८ ॥ वैश्रमणः श्रमणत्वे, बद्धकक्षो महामतिः । अभिचन्द्रस्तु निस्तन्द्रो, गुरुशुश्रूषणाशया ॥६५९ ॥
सर्वेऽप्यमी यथा वित्तं ददाना भावनोद्धता: । शिबिकास्था गुरोः पार्श्वे, व्रतमाप्तुमुपागमन् ॥ ६६० ॥ चतुर्भिः कलापकम्
પછી મહાબલ રાજા શિબિકા પર આરૂઢ થઈને મુનીંદ્રની ચરણરજથી પાવનીય મહાઉદ્યાનમાં આવ્યા. (૬૫૬)
તે વખતે પોતાના સ્થાન પ૨ સુપુત્રને સ્થાપન કરીને અચલાશયવાળો અચલ, ભૈર્યાદિ શ્રેષ્ઠ ગુણોથી ધરણી સમાન ધરણ, (૬૫૭)
સપ્તક્ષેત્રમાં ધન વાપરીને મનુષ્યોના ઋણરહિત થયેલો પૂરણ અને વસુ-ધનથી વિશ્વને પૂરતો કાંતિવડે સૂર્ય સમાન. (૬૫૮)
શ્રમણત્વમાં કટિબદ્ધ થયેલ મહામતિ વૈશ્રમણ, ગુરુશુશ્રૂષાની આશાથી નિદ્ર (આળસ વિનાનો) એવો અભિચંદ્ર (૬૫૯)
એ સર્વે મિત્રો ભાવનાથી ભવ્ય બની શિબિકાપર આરુઢ થઈને પોતાના વૈભવને અનુસારે દાન દેતા યશોચિત દ્રવ્ય વાપરતાં વ્રત લેવા માટે ગુરુમહારાજની પાસે આવ્યા. (૬૬૦)
એટલે મુનીશ્વરે સરલાશયી તેમને ડાબીબાજુએ ઊભા રાખીને