________________
દ્વિતીયઃ સ
२४९ स्वयं स्वं हन्मि किं शस्त्र्या, कूपे झम्पां ददामि किम् ? । विशामि ज्वलने किंवा, विषादाद् विषमद्मि किम् ? ॥६०१॥ एवं विचिन्तयन्नेष, जातवैराग्यभावनः । व्यावर्तमान उद्याने, स्थितान् साधूनवैक्षत ॥६०२॥ प्रणिपत्येति तानूचे, पापात्माऽहं दुराशयः । दृशाऽप्यदृश्यो वचनैरभाष्योऽहं भवादृशैः ॥६०३।। नास्ति मत्तः क्वचित् पापी, नास्ति मत्तोऽपि निघृणः । नास्ति मत्तोऽपि निर्धा, नास्ति मत्तोऽधमाधमः ॥६०४।। ईदृक्षमपि मां त्रातुं, यूयमर्हत सांप्रतम् । प्रायश्चित्तरहस्यज्ञाः, सर्वसाधारणा यतः ॥६०५।। બાળકની હત્યારૂપ જીવને દુર્ગતિમાં નાંખનાર એવું મહાપાપ મેં અનાર્યની જેમ ઉપાર્જન કર્યું. (૬૨૦).
અહો ! હવે હું શું મારા પોતાના શસ્ત્રવડે આત્મઘાત કરું ? અથવા શું કુવામાં જઈને પડું ? અથવા અગ્નિમાં પ્રવેશ કરું? કે વિષાદથી વિષપાન કરૂં?” (૬૦૧)
આ પ્રમાણે વૈરાગ્યભાવના ભાવતો તે ત્યાંથી પાછો ફર્યો. તેવામાં ઉદ્યાનમાં રહેલા સાધુઓને તેણે જોયા. (૬૦૨)
તેમને નમન કરી બોલ્યો “હે ભગવનું ! હું પાપી અને દુરાશયી છું.” વળી હું આપને નજરથી જોવા લાયક નથી તેમજ વચનથી બોલાવવા લાયક નથી. (૬૦૩)
હે ગુરુવર ! મારા કરતાં વધુ પાપી, નિર્દય, અધર્મી કે અધમાધમ કોઈ નહિ જ હોય. (૬૦૪)
એવા અધમનું મારું રક્ષણ કરવા પણ આપ જ સમર્થ છો.