________________
द्वितीयः सर्गः
प्रेरित इव दुर्गत्याऽधिष्ठित इव रक्षसा । निष्कृपस्तां कृपाणेन, निजघान निषादवत् ॥५९१॥ तस्कराणामधीशस्य, संमुखीनोऽभवद् द्विजः । मृगो मृगाधिपस्येव, शिशुपालनतत्परः ॥ ५९२ ॥ રે ! રે ! તાર ! મદ્રેશ્મ, વિશન્ મૂર્વ ! મુમૂર્ખસિ । शापेनापि ममाऽनन्ता:, क्षयं नीता वधं विना ॥ ५९३ ॥
तदाकर्ण्याऽथ चौरेशो, मण्डलाग्रेण चोग्रधीः । फलवत् पातयामास, शिरो रोरद्विजन्मनः ॥५९४।।
ઞ: પાપ ! પાપિનામાદ્ય !, બ્રહ્મહત્યાવિધાય ! । एवमुक्त्वाऽभ्यगादस्य, वेलामासवती वधूः ॥५९५ ॥
२४७
એટલે જાણે દુર્ગતિથી પ્રેરાયેલો હોય તેમ અથવા રાક્ષસથી અધિષ્ઠિત થયો હોય એવા દયાવિનાના તેણે તે ગાયને તલવારથી મારી નાંખી. (૫૯૧)
એટલે પોતાના બાળકનું રક્ષણ કરવા માટે મૃગ જેમ સિંહની સામે આવે તેમ તે બ્રાહ્મણ તે ચોરનાયકની સામે થયો. (૫૯૨)
અને બોલ્યો કે, “અરે ચોર ! રે મૂર્ખ ! મારા ઘરમાં પેસીને શું તું મરવા ઇચ્છે છે ? વવિના માત્ર શ્રાપ દેવાવડે પણ મેં ઘણાને યમધામ પહોંચાડી દીધા છે.” (૫૯૩)
તે સાંભળી પ્રચંડબુદ્ધિવાળા તેણે તે તલવારથી ગરીબ બ્રાહ્મણનું વૃક્ષ પરથી ફળની જેમ મસ્તક નીચે પાડી દીધું. (૫૯૪)
એવામાં “અરે પાપી ! અરે પાપીઓમાં અગ્રણી ! અરે બ્રહ્મહત્યા કરનાર ! એમ બોલતી તે વિપ્રની ગર્ભવતી સ્ત્રી દૃઢપ્રહારીની સામે આવી.” (૫૯૫)