________________
२०९
દ્વિતીયઃ સઃ યતા: –
अपि चण्डाऽनिलोद्भुततरङ्गस्य महोदधेः । शक्येत प्रसरो रोद्धं, नानुरक्तस्य चेतसः ॥४०५॥ उवाच राजपुत्री च, यदि त्वं सदयो मयि । तदा सत्यं कुरु वचोऽपरथाऽग्निवरो मम ॥४०६।। ओमित्युक्ते नयेनाऽथ, दाक्षिण्येन क्षणादपि । अन्येद्युः प्रेषयामास, तदन्ते चेटिकां च सा ॥४०७|| अस्मिन्नेव दिने लग्नं, परमोच्चग्रहान्वितम् । आकृष्टमावयोः पौण्यैरंशैरिव पुरःसरम् ॥४०८॥
વળી શકે તેમ જણાતું નથી.” (૪૦૪)
કારણ કે પ્રચંડ પવનથી ઉદ્ધત થયેલા તરંગવાળા સાગરનો પ્રવાહ અટકાવી શકાય પણ, અનુરાગી ચિત્તનો વેગ અટકાવી શકાતો નથી.” (૪૦૫)
એવામાં રાજપુત્રી બોલી કે, “જો મારા ઉપર તને દયા આવતી હોય તો મારી પ્રાર્થના સ્વીકાર, નહી તો મારે અગ્નિનું શરણ લેવું પડશે.” (૪૦૬).
એટલે ક્ષણવાર વિચાર કરી દાક્ષિણ્યગુણથી નયસારે હા કહી. અને બીજે દિવસે રાજપુત્રીએ તેની પાસે પોતાની દાસી મોકલાવીને કહેવડાવ્યું કે:- (૪૦૭)
હે મંત્રિનંદન ? જાણે આપણી પુણ્યપ્રકૃતિથી આકર્ષાઈને આવેલું હોય તેમ આજે ઉંચામાં ઉંચા ગ્રહવાળુ લગ્ન આવેલું છે. (૪૦૮)
અને તે મંત્રિનંદન ! વાયુવેગી ઊંટડીઓને મણીઓથી પૂર્ણ