SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ રચ્યાં છે. કેટલાકના મતે વિ. સં. ૧૨૫૦ના અરસામાં વિશપ્રબંધો રચનાર અને કવિશિક્ષાના પ્રણેતા તે જ આ આ. શ્રી વિનયચંદ્રસૂરિ (જિનરત્નકોષ વિ-૧, પૃ. ૩૦૩માં) આ આચાર્ય શ્રી વિનયચંદ્રસૂરિ આ. શ્રી દેવાનંદસૂરિના શિષ્ય આ. શ્રી રત્નપ્રભસૂરિના શિષ્ય આ શ્રી પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય કહ્યા છે. વિશેષમાં અહિ કહ્યું છે કે આ આચાર્ય શ્રી વિનયચંદ્રસૂરિ તે શ્રી પાર્શ્વનાથ અને શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર તેમજ વિ. સં. ૧૪૭૪માં શ્રી આદિનાથ ચરિત્ર રચનારા આ. શ્રી વિનયચંદ્રસૂરિ હોવાનો ઘણો સંભવ છે. પ્રસ્તુત આ. શ્રી વિનયચંદ્રસૂરિએ નિમ્નલિખિત કૃતિઓ રચી છે. (૧) કલ્પનિક્ત (૨) કાલકાચાર્ય કથા (૩) દિપાલિકાકલ્પ (૪) શ્રી નેમિનાથ ચતુષ્યદિકા (પ) ઉપદેશમાળા કથાનક છપ્પય. છેલ્લી ૪-૫ નંબરની કૃતિઓ ગુજરાતીમાં છે. આ. શ્રી વિનયચંદ્રસૂરિએ આ શ્રી મલ્લિનાથ ચરિત્ર મહાકાવ્ય શ્રી જ્ઞાતાધર્મકથાના આધારે યોજ્યાનું કહ્યું છે. આ “વિનય' અંકથી અંકિત અને આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ દ્વારા સંશોધિત કાવ્યમાં આઠ સર્ગ છે. એમાં અનુક્રમે શ્લોકોની સંખ્યા નીચે મુજબ છે. ૧-૫૭૬ , ૨-૬૭૦, ૩-૨૫૭, ૪-૨૦૭, ૫-૩૩૨, ૬-૫૬૧, ૭-૧૧૫૮, ૮-૫૮૩ = ૪૩૪૪ ગ્રંથાઝ છે. આ કૃતિમાં દવદન્તીનું અર્થાત્ નલરાજાની પત્ની દમયંતીનું જીવનચરિત્ર આલેખાયું છે. સમાનનામક કૃતિઓ શ્રી મલ્લિનાથ ચરિત્ર નામની કૃતિ નિમ્નલિખિત વ્યક્તિઓએ પણ રચી છે. કવિ પંપ, દિગં. ભટ્ટારક પ્રભાચંદ્ર, વિજયસૂરિ, શુભવર્ધન આ છેલ્લી કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી વિ. સં. ૧૯૮૨માં 21.
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy