________________
૨૦૨
દ્વિતીયઃ સ.
चतुर्थ्यां दयितायां तु, मर्दयन्त्यां क्रमाम्बुजे । एवंभूतः करिष्यामि, राज्यं श्रीसूरसेनवत् ॥३७७|| सप्तभिः कुलकम् अरे रे ! वक्षि वाचाटाऽसंबद्धं किमिदं वचः ? । मामकं त्यज धामेदममुं श्रेष्ठीत्यतर्जयत् ॥३७८॥ तेजः संगृह्य चण्डांशुर्वारिधेरिव रंहसा । क्षीरकण्ठोऽपि तद्नेहाद्, निर्ययौ श्रेष्ठिनन्दनः ॥३७९।। अपमानेन तातस्य, प्रेरितः प्राप सुन्दरम् । पुरं रत्नपुरं नाम, सश्रीकं स्मेरपद्मवत् ॥३८०।। तत्र श्रीरत्नकेत्वाख्यो, हरिवंशान्वयी नृपः । सुदक्षिणा प्रिया तस्य, क्रतोरिव सुदक्षिणा ॥३८१॥
અને ચોથી ચતુરા ચરણકમળ ચાંપતી હોય, તે તાત ! આવા સુખવિલાસમાં રહી હું સૂરસેન રાજાની જેમ રાજય કરીશ.” (૩૭૭)
આ પ્રમાણે સાંભળીને શેઠ બોલ્યો કે, “અરે વાચાલ આવું અસંબદ્ધ વચન કેમ બોલે છે ? જા, મારા ઘરમાંથી બહાર નીકળ” એમ કહી શ્રેષ્ઠીએ તેની તર્જના કરી (૩૭૮).
એટલે સાગરમાંથી તેજનો સંગ્રહ કરીને સૂર્ય બહાર નીકળે તેમ તે શ્રેષ્ઠીપુત્ર હજુ બાળક હોવા છતાં તેના ઘરમાંથી તરત જ ચાલતો થયો (૩૭૯)
અને પિતાના અપમાનથી પ્રેરાઈને તે નગરનો પણ ત્યાગ કરી વિકસ્વર પત્નીની જેવા લક્ષ્મીયુક્ત અને રમણીય એવા રત્નપુર નામના નગરમાં ગયો. (૩૮૦)
ત્યાં હરિવંશમાં ઉત્પન્ન થયેલો રત્નકેતુ નામે રાજા હતો.