________________
२०२
श्री मल्लिनाथ चरित्र विहितस्नानमाङ्गल्यः, पञ्चतूर्यलयान्वितम् । सौवर्णरत्नप्रतिमाः, पूजयन् लास्यबन्धुरम् ॥३७२॥ नानाप्रसादपात्रौघैः, पत्तिभिः परिवारितः । कुर्वाणो भोजनं भोज्यलेह्यपेयसुपेशलम् ॥३७३।। सुश्लिष्टशाटकप्रान्तनिरितकरद्वयः । शलाकाऽवसरस्फूर्जनेयदत्तश्रवोयुगः ॥३७४।। शय्यायां पुलिनाभायां, निविष्टस्त्रिदशेशवत् । एकस्यां मूजि बन्धत्यां, धम्मिल्लं नवभङ्गिभिः ॥३७५।। निक्षिपन्त्यां द्वितीयस्यां, तालवृन्तानिलं मृदु । तृतीयस्यां ददत्यां तु, ताम्बूलं प्रेमगर्भितम् ॥३७६।।
સ્નાનરુપ મંગળ કરી, પાંચ પ્રકારના વાજીંત્રના લય અને નૃત્યપૂર્વક સુંદર રીતે સુવર્ણ અને રત્નની જિનપ્રતિમાઓનું પૂજન કરીને (૩૭૨)
વિવિધ પ્રકારના પ્રસાદપાત્ર એવા પદાતિઓથી પરિવારિત થઈ ભોય, લેહ્ય અને પેયથી પરિપૂર્ણ એવું ભોજન કરી, (૩૭૩)
બહુ જ સુકોમળ વસ્ત્રપ્રાંતથી (જેડા) આદ્ર એવા બંને હાથને સાફ કરી શયન વખતે સ્કૂરાયમાન સંગીતમાં શ્રવણયુગલ સ્થાપી (૩૭૪)
દેવતાઓની જેવી અત્યંત સ્વચ્છ અને કોમળશયામાં બેઠા બેઠા એક રમણી મસ્તક પર નવીન રચનાથી વાળ ઓળતી (ગુંથતી) હોય, (૩૭૫)
બીજી રમણી પંખાથી કોમળ (શીતલ) પવન નાંખતી હોય, ત્રીજી રમણી પ્રેમપૂર્વક તાંબૂલ આપતી હોય (૩૭૬)